પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉમેર્યા તો એક્સ્ટ્રા 2% ચાર્જ ચૂકવવો પડશે, 15 ઓક્ટોબરથી નિયમ અમલમાં આવ્યો

0
0

ઓનલાઇન પેમેન્ટ એપ પેટીએમ યુઝર્સ માટે એક ખરાબ સમાચાર છે. હવે તમને Paytmનો ઉપયોગ કરવો મોંઘો લાગશે. પેટીએમ હવે યુઝર્સ દ્વારા પેટીએમ વોલેટમાં ઉમેરવામાં આવતી રકમ પર એક્સ્ટ્રા 2% ચાર્જ વસૂલ કરશે. જ્યારે અગાઉ આ ફી ફક્ત 10,000 રૂપિયા કે તેથી વધુ રકમ પર જ વસૂલવામાં આવતી હતી.

કંપનીએ જાન્યુઆરીમાં નિયમોમાં ફેરફાર કર્યા
પેટીએમે અગાઉ આ વર્ષે જાન્યુઆરીમાં પણ વોલેટમાં ક્રેડિટ કાર્ડથી પૈસા લોડ કરવા પર એક્સ્ટ્રા ચાર્જનો નિયમ બનાવ્યો હતો. પરંતુ તે સમયે આ ચાર્જ ફક્ત 10 હજાર કે તેથી વધુની રકમ પર ચૂકવવાનો હતો. હવે 15 ઓક્ટોબરથી વોલેટમાં ક્રેડિટ કાર્ડની પેમેન્ટ કરવા પર ગમે તેટલી રકમ કેમ ન હોય તેની પર એક્સ્ટ્રા 2% ચાર્જ ચૂકવવો પડશે.

પેટીએમ આ ચાર્જ કેમ વસૂલી રહ્યું છે?
પેટીએમની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, મોકલવામાં આવેલા પૈસા ઉપરાંત GST સહિત 2%નો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ઉદાહરણ તરીકે, 100 રૂપિયા મોકલવા પર તમારે 102 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીનો આ નિયમ 15 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવ્યો છે. જો કે, કોઈપણ મર્ચન્ટ સાઇટ પર પેટીએમ પરથી પેમેન્ટ કરવા પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, પેટીએમથી વોલેટમાં ટ્રાન્સફર કરવા પર પણ કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે.

1% કેશબેક ઓફર પણ મળશે
કંપનીની વેબસાઇટ અનુસાર, ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર કંપની 1%નું કેશબેક પણ આપી રહી છે. તેમજ, કંપનીએ તેના ગ્રાહકોને વોલેટ KYCની મદદ વગર બીજા બેંક ખાતાંમાં પૈસા મોકલવાની સુવિધા પણ આપી છે. તેની પર કંપની 700 રૂપિયા સુધીનું કેશબેક આપી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here