જો તમને બાઈક-સ્કૂટર ચોરીનો ડર લાગતો હોય, તો એન્ટિ થીપ ડિસ્ક બ્રેક લોક તમારું ટેન્શન દૂર કરશે

0
12

ટુ-વ્હીલર ચોરીથી બચવા માટે કંપનીઓ હવે લોકની સાથે ટ્રેકરનો ઉપયોગ પણ કરવા લાગી છે. જો કે, આટલું હોવા છતાં પણ ટુ-વ્હીલરની સેફ્ટી જરૂરી છે. તમને પણ જો ટુ-વ્હીલરની ચોરીનો ડર લાગતો હોય તો, એન્ટિ થીપ લોકનો ઉપયોગ કરી શકો છો. આ લોક બાઈક કે સ્કૂટરની ડિસ્ક બ્રેકને લોક કરી દે છે.

એન્ટિ થીપ ડિસ્ક બ્રેક સિક્યોરિટી લોક શું છે?

આ લોકનો ઉપયોગ તે બાઈક, સ્કૂટર કે અન્ય ટુ-વ્હીલરમાં કરી શકાય છે જેમાં ડિસ્ક બ્રેક હોય છે. તેને બ્રેકમાં લગાવવામાં આવે છે. તેનાથી બ્રેક લોક થઇ જાય છે. એટલે કે કોઈ તમારી કાર ચોરી કરવાના પ્રયત્ન કરે છે તો તે સ્ટાર્ટ કરી શકશે પણ આગળ નહિ લઇ જઈ શકે.

ડિસ્ક બ્રેક સિક્યોરિટી લોકના સ્પેસિફિકેશન

આ પોર્ટેબલ લોક હોય છે જેને તમે સરળતાથી પોતાની સાથે લઇ જઈ શકો છો. તેના મેન્યુફેક્ચરિંગમાં સ્ટીલ, આયર્ન અને ઝિંક અલોયનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે તે મજબૂત બની જાય છે. તેની ચાવી પણ ફીમેલ પોર્ટ સાથે આવે છે. એટલે કે આ લોકમાં અન્ય કોઈ ચાવીનો ઉપયોગ ના કરી શકાય. તમે બાઈકના કલર કોમ્બીનેશનને આધારે લોક સિલેક્ટ કરી શકો છો. તેનાથી બાઈક સ્ટાઈલિશ પણ દેખાશે.

લોકની કિંમત

આ લોકને ઓનલાઈન 200 રૂપિયામાં ખરીદી શકાય છે. અલગ-અલગ કંપની અને ક્વોલિટીને આધારે કિંમતમાં 100 રૂપિયાનું અંતર આવે છે. અલગ-અલગ વેબસાઈટ કે ઓફલાઈન માર્કેટમાં પણ તેની કિંમત અલગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here