હેલ્થ : લોહીની ઉણપ છે તો અપનાવો આ ઘરેલૂ ઉપચાર, તબિયત રહેશે ફાઇન.

0
2

ઘઉંને જમીનમાં વાવ્યા બાદ જે ઘાસ ફૂટી નીકળે છે તેને ઘઉંના જવારા કહેવાય છે, જેનું જ્યૂસ પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે.

  • લોહીની ઉણપ છે તો અપનાવો આ ઉપાય
  • એનેમિયાથી શરીરમાં આવે છે બદલાવ
  • કોલ્સ્ટ્રોલનું સ્તર ઘટાડે છે ઘઉંના જવારા

છથી આઠ ઇંચ લાંબા જવારાને પીસી તેનો રસ કાઢી પીવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, જસત, આયર્ન, ફાઇબર, વિટામિન-કે, વિટામિન-બી, સી અને ઈ જેવાં પોષકતત્ત્વો હોય છે. તેના ખૂબ ફાયદા હોવાથી લોકો તેને ઘરે વાસણો અને લોનમાં ઉગાડે છે. ઘઉંના જવારાનો રસ પીવાના અગણિત ફાયદા છે.

તે એનીમિયાથી બચાવે છે. ઘઉંના જવારાને પીસી રસ કાઢી તે પીવાથી લોહીની ઊણપ દૂર થાય છે. આ રસ પીવાથી વ્યક્તિને એનીમિયાનો ખતરો રહેતો નથી.

અત્યારે મેદસ્વિતાની તકલીફ ધરાવતા લોકોની સંખ્યા ખૂબ વધુ છે. ઘઉંના જવારાનો રસ મેદસ્વીપણું દૂર કરે છે. ઘઉંના જવારામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને ફાઇબર વધુ માત્રામાં હોય છે. આ રસ પીવાથી શરીરને પોષક તત્ત્વો તો મળે જ છે, સાથે પેટ પણ ભરેલા જેવું રહે છે

ઘઉંના જવારાના રસના સેવનથી પાચન પ્રક્રિયા બરાબર થાય છે. તેમાં ઘણા પ્રકારનાં એન્જાઈમ્સ જોવા મળે છે, જે શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

ઘઉંના જવારાના રસનો વપરાશ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે હૃદયરોગનું જોખમ ઓછું હોય છે.

ઘઉંના જવારાના રસનું સેવન કરવાથી શરીરને સોજામાં રાહત મળે છે, તેની સાથોસાથ આંતરડાંના સોજા પણ ઘટાડે છે. અલ્સરેટિવ કોલાઈ‌ટીસ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

ઘઉંના જવારાનો રસ પીધા પછી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાણીતા એટ્રોવાસ્ટેટિન જેવી જ અસરો ઉત્પન્ન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here