જો તમે સ્કિન ફાસ્ટિંગ કરી રહ્યા છો તો થોડા દિવસ માટે મોઈશ્ચરાઈઝર લગાવવાનું બંધ કરો, તેનાથી સ્કિન રીસેટ થઈ જશે.

0
0

સ્કિન ફાસ્ટિંગ લગભગ દસ વર્ષ પહેલા (સૌથી પહેલા) જાપાનમાં શરૂ થયું હતું. તેમાં થોડા દિવસ માટે દરેક પ્રકારની સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરવામાં આવે છે. પોતાની સ્કિન કેર રૂટિનમાંથી બ્રેક લેવામાં આવે છે. આ રીતે સ્કિનને પોતાની જાતે રિપેર કરવાની તક મળે છે.

જ્યારે તમે મોઈશ્ચરાઈઝર, કન્સીલર અને સિરમનો ઉપયોગ બંધ કરો છો તો સ્કિનનું પ્રાકૃતિક સુરક્ષા કવચ, જે એક્સપર્ટ્સના અનુસાર વધારે પ્રોડક્ટ્સ ઉપયોગ કરવાથી કમજોર પડી જાય છે, તે ફરીથી સક્રિય થઈ જાય છે અને સ્કિનની અંદરથી દરેક પ્રકારના ટોક્સિન બહાર નીકાળી દે છે.

કેવી રીતે કરવું.

સ્કિન ફાસ્ટિંગમાં થોડા દિવસ માટે મોઈશ્ચરાઈઝર લગાવવાનું બંધ કરવું પડે છે અથવા તમારી સ્કિન કેર રૂટિન થોડા દિવસ માટે બંધ કરવી પડશે. આ દરમિયાન સ્કિન રીસેટ થાય છે અને જાતે સંભાળ રાખે છે.

શું જરૂરી છે.

જો તમે તમારી સ્કિન ટાઈપના અનુસાર એક હેલ્ધી રૂટિનમાં લાંબા સમય સુધી બંધાયેલા છો અને તે તમારી સ્કિન માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે તો ફાસ્ટિંગ ન કરો. સ્કિનને તમારા રૂટિનમાં રહેવા દો.

આવા છે ફાયદા.

નવી સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો થઈ શકે છે કે ઈન્ગ્રીડિએન્ટ્સ સૂટ ન થાય. જો આવું થાય તો સ્કિન ફાસ્ટિંગ કરીને પ્રોડક્ટ્સનો ઉપયોગ બંધ કરી દેવો. સ્કિન પર જલ્દી જ ફેરફાર જોવા મળશે.

ધ્યાન રાખવું.

જો તમારી સ્કિન કેર રૂટિન યોગ્ય છે, તેનાથી સ્કિનને ફાયદો થઈ રહ્યો છે તો તેને ચાલુ રાખો, સ્કિન ફાસ્ટ અવોઈડ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here