પરસેવાથી થતા દાદરની સમસ્યાથી કંટાળી ગયા છો તો કરો આ ઘરગથ્થુ ઉપાય

0
13

ગરમીની ઋતુમાં ત્વચાને લઇને અનેક સમસ્યા આવતી રહે છે. જે આપણે ન ઇચ્છતા હોવા છતા પરસેવાના કારણે ઘણી વખતે ઇન્ફેક્શનની સમસ્યા થવા લાગે છે. જે આપણને ખૂબ પરેશાન કરે છે. તેનાથી શરીરમાં અનેક પ્રકારના ડાઘ પડી જાય છે તેની સાથે જ ગરમીમાં દાદર અને ખંજવાળ જેવી સમસ્યા થવા લાગે છે. ખંજવાળ અને પરસેવાના કારણે આ સમસ્યા વધી જાય છે. તો આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું.

જો તમે દાદરની સમસ્યાથી પરેશાન છો તો તેલમાં થોડોક લીંબુનો રસ મિક્સ કરીને આશરે 7-8 વખત દાદર વાળી જગ્યા પર લગાવી લો. કારણકે આમ કરવાથી લાભ થઇ શકે છે.

લીમડાના થોડાક પાન લઇને તેની પેસ્ટ બનાવી લો તે બાદ દાદર વાળી જગ્યા પર લગાવી લો પરંતુ આ વાતનું ધ્યાન રાખો કે તમારે તેણે માત્ર 10 મિનિટ સુધી જ દાદર વાળી જગ્યા પર લગાવી રાખો બાદમાં તેને ધોઇ લો.

તમે લીંબુના રસ લગાવી શકો છો પરંતુ આ દરમિયાન આ વાતનું ધ્યાન રાખો કે લીંબુનો રસ એટલો રગડો કે જેટલો તમે સહન કરી શકો આ વચ્ચે થોડોક બ્રેક લઇને ત્રણ – ચાર વખત આ પ્રક્રિયાને કરો.

ગલગોટોના ફુલમાં અનેક ઘણા એન્ટી ફંગલ અને એન્ટી એલર્જિક ગુણ હોય છે અને તે દાદર, ખરજવું અને ખંજવાળ જેવી સમસ્યાઓને જડમૂળથી દૂર કરી દે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here