સવારે નાસ્તો કરવાની ટેવ ન હોય તો આ વાંચી લો, થઈ શકે છે જીવલેણ બીમારીઓ

0
4

જો તમે સવારનો નાસ્તો ટાળતા હોય અને બપોરનું ભોજન પણ મોડું લેતા હોય તો તમારે આ આદત તુરંત બદલી દેવી જોઈએ. શોધકર્તાઓના જણાવ્યાનુસાર આ પ્રકારની અસ્વાસ્થ્યકારી જીવનશૈલીના કારણે લોકો પર કસમયે મૃત્યુ થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત હાર્ટએટેક થવાનું જોખમ પણ વધી જાય છે.

આ અંગે નિષ્ણાંતોનુ માનવું છે કે ખાણીપીણીની ખોટી આદતોના કારણે લોકો પર મૃત્યુનું જોખમ પાંચ ગણુ વધી જાય છે. તેમાં પણ જે વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હોય તેણે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સંશોધન હાર્ટએટેકના 113 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. આ તમામ લોકોની ઉંમર 60 વર્ષ જેટલી હતી અને તેમાંથી 73 ટકા પુરુષો હતા.

આ સંશોધનના અંતે જાણવા મળ્યું કે 58 ટકા લોકો સવારે નાસ્તો કરવાની આદત ધરાવે છે, રાત્રે મોડુ ભોજન લેનાર લોકો 51 ટકા  હતા જ્યારે 48 ટકા લોકોમાં બંને પ્રકારની આદતો હતી.

શોધ કરનાર ટીમએ જણાવ્યું સ્વસ્થ જીવનશૈલી અનુસાર રાતના ભોજન અને સુવાના સમય વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર હોવું જોઈએ. આ ઉપરાંત નાસ્તોમાં દૂધ, ઘઉંની રોટલી, અનાજ અને ફળનો સમાવેશ કરવો જોઈએ.