અમદાવાદ : બારી પાસે મોબાઇલ લઇને ગેમ રમતા હોવ તો ચેતી જજો, નહીં તો જશે જીવ..!!!

0
11

બારી પાસે બે ધ્યાન થઇ મોબાઈલ પર ગેમ રમવી જીવલેણ સાબીત થઇ હોય તેવો ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના નિકોલ વિસ્તારમાં રહેતો યુવક પોતાના ઘરે બારી પાસે બેસી ગેમ રમી રહ્યો હતો. ત્યારે તે અચાનક નીચે પડી ગયો હતો. તેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જો કે, ત્યાં પહોંચે તે પહેલાં જ તેનું મોત થયું હતું. આ અંગે નિકોલ પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ દેવકૃપા વિભાગ-2માં હર્ષ જીતેન્દ્રકુમાર શાહ પોતાના પરિવાર સાથે રહેતો હતો. હર્ષ 21મીના રોજ બપોરે 3 વાગ્યે પોતાના ઘરે રૂમની બારીમાં બેસી મોબાઇલમાં ગેમ રમતો હતો. ત્યારે અચાનક જ તે ચોથે માળથી પટકાયો હતો. હર્ષ પડ્યા અંગે જાણ થતા પરિવાર સહિત આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. ત્યારબાદ તાત્કાલીક તેને સારવાર માટે સેલ્બી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે, હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે નિકોલ પોલીસને જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી લાશને પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ આદરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here