ઓફિસમાં એક જ જગ્યાએ બેસીને કામ કરતાં હોવ તો ચેતી જજો

0
57

અમદાવાદ,

જો તમે ઓફિસ પર સિટિંગ જોબ કરી રહ્યા છો તો તમને થોડીક સાવધાની રાખવાની જરૂર છે. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાની સ્થિતીમાં કેટલાક નુકસાન રહેલા છે. આના કારણે મેમરી નોસ પણ થઇ શકે છે. લાંબા સમય સુધી એક જગ્યાએ બેઠા રહેવાની નોકરીના કારણે દિમાગમાં લોહીના સંચારને ધીમે કરી દેવામાં ભૂમિકા અદા કરે છે. તેના પરિણામ ખુબ ઘાતક હોઇ શકે છે.

હાલમાં ઓફિસમાં કલાકો સુધી એક જગ્યા બેસીને કામ કરનાર લોકોને આવરી લઇને અભ્યાસ કરવામાં આવ્યા બાદ તેના તારણ જારી કરવામાં આવ્યા છે. જે ઘાતક છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે લાંબા સમય સુધી બેઠા રહેવાની બાબત દિમાગના આરોગ્ય માટે નુકસાનકારક છે. પરંતુ જા વચ્ચેના ગાળામાં અડધા કલાક ઉભા થઇને બે મિનિટ માટે ફરી તો તેના કારણે ફાયદો થાય છે. જેના કારણે દિમાગમાં લોહીના સંચારમાં વધારો થાય છે.

દિમાગમાં લોહી સંચાર થવાની બાબત સામાન્ય પ્રક્રિયા તરીકે છે. જે લાઇફ માટે ખુબ જ જરૂરી છે. તેના કારણે જ બ્રેઇન ઓળખવાનુ કામ કરે છે. દિમાગની કોશિકાને પણ લોહી અને ઓક્સીજન તેમજ પોષક તત્વોની જરૂર હોય છે. જે લોહીના કારણે તેને મળે છે. આ ઉપરાંત દિમાગમાં કેટલીક અન્ય રક્ત વાહીનિ પણ હોય છે. જે માથાને લોહી પહોંચાડી દેવાનુ કામ કરે છે. પરંતુ લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહીને કામ કરવાની સ્થિતીમાં નુકસાન થાય છે. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાની સ્થિતીમાં આ પ્રક્રિયાને અસર થાય છે.

આના પહેલા માનવી અને પ્રાણીઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દિમાગમાં જા લોહીના સંચારમાં થોડીક પણ અડચણો આવે તો વિચારવાની ક્ષમતા પર સીધી અસર થાય છે. મેમરી પર પ્રભાવ થાય છે. જ્યારે લાંબા સમય સુધી અટકી જવાની સ્થિતીમાં દિમાગ સંબંધિત બિમારીને જન્મ આપવાનો ખતરો વધી જાય ચે.

તેમાં ડિમેન્શિયા અને મેમરી લોસનો ખતરો રહે છે. લાંબા સમય સુધી બેઠા રહેવાને લઇને કેટલાક અભ્યાસ કરવામાં આવી ચુક્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે સતત બેઠા રહેવાની સ્થિતીમાં શરીરના તમામ હિસ્સામાં લોહીના સંચારમાં અસર થાય છે. આમાં સૌથી વધારે અસર પગમાં થાય છે. લાંબા સમય સુધી એક જગ્યાએ બેઠા રહેવાની સ્થિતીમાં પેરામાં વિકલાંગતા પણ આવી શકે છે. આ અભ્યાસના તારણ ઇંગ્લેન્ડની લિવરપુલ જહોન મુરે યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવ્યા છે. અભ્યાસમાં સામેલ રહેલા લોકોએ એક સ્થાન પર બેસીને નોકરી કરનાર લોકોને આવરી લઇને અભ્યાસની પ્રક્રિયા હાથ ધરી હતી. આ તમામ લોકો દ્વારા એક જગ્યાએ બેસીને સતત ચાર કલાકથી વધારે સમય સુધી કામ કર્યુ હતુ. આ લોકો પોતાની સીટ પર માત્ર બાથરૂમ જવા માટે જ ઉઠતા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here