ફેસ્ટિવ સિઝનમાં નવી ગાડી ખીદવાનું વિચારતા હો તો ₹6 લાખથી પણ ઓછા બજેટની 6 ગાડીઓનું લિસ્ટ જાણો, 22.05kmpl સુધીની એવરેજ મળશે

0
23

ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ગઈ છે અને લોકો આ નવરાત્રી અને દિવાળી જેવા તહેવારમાં નવાં વાહન ખરીદતાં હોય છે. કંપનીઓ પણ આ સમય દરમિયાન ગ્રાહકોને આકર્ષવા વિવિધ ડિસ્કાઉન્ટ્સ અને ઓફર્સ જાહેર કરે છે. તેથી, ઘણા લોકો નવી ગાડીઓ ખરીદવા માટે ફેસ્ટિવ સિઝનની રાહ જોતા હોય છે. જો તમે પણ ઓછા બજેટમાં કોઈ નવી ગાડી ખરીવાનો પ્લાન બનાવી રહ્યા હો અહીં એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં 6 સસ્તી BS6 ગાડીઓ સામેલ કરવામાં આવી છે. તેમાં સારી એવી એવરેજ પણ મળી જશે. ચાલો આ લિસ્ટ પર એક નજર ફેરવીએ.

1. મારુતિ સુઝુકી અલ્ટો 800 BS6
પ્રારંભિક કિંમત: 2.94 લાખ રૂપિયા
ARAI એવરેજ : 22.05 kmpl

 • મારુતિ સુઝુકી અલ્ટો 800 ભારતની સૌથી જૂની અને વધારે વેચાતી ગાડીઓમાંની એક છે. તાજેતરમાં જ તેણે ભારતમાં 16 વર્ષ પૂરાં કર્યાં છે.
 • નવી 2020 BS6 મારુતિ સુઝુકી અલ્ટો 800, 796ccના થ્રી સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. આ ફેક્ટરી ફીટેડ S-CNG કિટ સાથે પણ ઉપલબ્ધ છે.
 • તેમાં 6000rpm પર 47.3PSનો પાવર અને 3500rpm પર 69Nmનો ટોર્ક મળે છે. તેમાં માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો ઓપ્શન મળે છે.
 • તેમાં 22.05 કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ મળે છે, જે ARAI-પ્રમાણિત છે. તેની કિંમત 2.94-3.89 લાખ રૂપિયા (એક્સ-શૉ રૂમ દિલ્હી) સુધી છે.

2. ડેટ્સન રેડી ગો BS6
પ્રારંભિક કિંમત: 2.86 લાખ રૂપિયા
ARAI એવરેજ: 22.0 kmpl

 • નિસાને તાજેતરમાં જ ઓલ ન્યૂ 2020 ડેટ્સન ગો ફેસલિફ્ટ BS6 લોન્ચ કરી છે. તે પહેલાં કરતાં વધારે એટ્રેક્ટિવ અને ફીચર લોડેડ છે.
 • તેમાં 2 BS6 પેટ્રોલ એન્જિન ઓપ્શન મળે છે, જેમાં 800cc અને 1.0 લિટર એન્જિન સામેલ છે.
 • 800cc એન્જિન, 54PSનો પાવર અને 72Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે અટેચ કરવામાં આવ્યું છે.
 • તે 1.0 લિટર પેટ્રોલ એન્જિન 68PS પાવર અને 91Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ AMT બંને વિકલ્પ મળે છે.
 • તેમાં 22.0 કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ મળે છે, જે ARAI પ્રમાણિત છે. તેની કિંમત 2.83-4.77 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ દિલ્હી) સુધી છે.

3. રેનો ક્વિડ BS6
પ્રારંભિક કિંમત: 2.83 લાખ રૂપિયા
ARAI માઈલેજ: 22.0 kmpl

 • રેનો ક્વિડ એક ગુડ લુકિંગ કાર છે. હેચબેકમાં રફ એન્ડ ટફ ડિઝાઈન એલિમેન્ટ્સ પણ જોવા મળે છે, જે તેને SUV અપીલ આપે છે. તેમાં બે પેટ્રોલ એન્જિન ઓપ્શન મળે છે, જેમાં 800cc અને 1.0 લિટર સામેલ છે.
 • 799cc એન્જિન, 5678 RPM પર 54ps પાવર અને 4386 RPM પર 72nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો ઓપ્શન મળશે.
 • 1.0 લીટર પેટ્રોલ એન્જિન, 5500rpmપર 68PS પાવર અને 4250 RPM પર 91nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને AMT બંને ગિયરબોક્સનો ઓપ્શન મળે છે.
 • તેમાં 22.0 kmpl સુધીની એવરેજ મળે છે, જે ARAI માન્ય છે. તેની કિંમત 2.92-5.01 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) સુધી છે.

4. મારુતિ સુઝુકી વેગનઆર BS6
પ્રારંભિક કિંમત: 4.45 લાખ રૂપિયા
ARAI એવરેજ: 21.79 kmpl

 • વેગનઆરને ભારતમાં પહેલી વખત વર્ષ 1999માં લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારથી તે ટોલ-બોય હેચબેક ભારતીયોમાં લોકપ્રિય ફેમિલી કાર બની ગઈ છે.
 • નવી વેગનઆર બે પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમાં 1.0 લિટર અને 1.2 લિટર એન્જિન સામેલ છે.
 • 1.0 લિટર પેટ્રોલ એન્જિન, 5500rpm પર 67PS પાવર અને 3500rpm પર 90Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 5 સ્પીડ મેન્યુઅલની સાથે AMT ગિયરબોક્સ (મારુતિના શબ્દોમાં AGS) સાથે જોડવામાં આવી છે.
 • 1.0 લિટર એન્જિન મેન્યુઅલ અને AMT બંનેમાં 21.79kmpl એવરેજ મળે છે, જે ARAI માન્ય છે. તેની કિંમત 4.45-5.44 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) સુધી છે.

5. મારુતિ સુઝુકી S-Presso BS6
પ્રારંભિક કિંમતઃ 3.70 લાખ રૂપિયા
ARAI એવરેજ: 21.70 kmpl

 • મારુતિ સુઝુકીએ રેનો ક્વિડને ટક્કર આપવા ભારતમાં S-Presso લોન્ચ કરી છે. તેની ફંકી ડિઝાઇન અને રિફાઇન્ડ પાવરટ્રેનને કારણે તેને સારો રિસ્પોન્સ મળ્યો છે.
 • આ કાર BS6 કમ્પ્લાયન્ટ 999cc, ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. તે 5500rpm પર 67PS પાવર અને 3500rpm પર 90nm ટોર્ક જનરેટ કરે છે.
 • તેમાં 5 સ્પીડ મેન્યુઅલની સાથે AMT ગિયરબોક્સ ઓપ્શન પણ મળે છે. તેમાં ફેક્ટરી ફીટેડ CNG વેરિઅન્ટનો વિકલ્પ પણ છે.
 • મેન્યુઅલ અને AMT બંનેમાં જ 21.7kmplની એવરેજ મળે છે. તેની કિંમત3.70-4.99 લાખ રૂપિયા સુધી છે. (એક્સ-શોરૂમ દિલ્હી)

6. મારુતિ સુઝુકી સેલેરિયો BS6
પ્રારંભિક કિંમત: 4.41 લાખ રૂપિયા
ARAI એવરેજ: 21.63 kmpl

 • મારુતિ સુઝુકી સેલેરિયો એક સ્પેસિયસ ફેમિલી કાર છે. કંપની ટૂંક સમયમાં જ તેનું નેક્સ્ટ જનરેશન મોડેલ લાવવાની તૈયારી કરી રહી છે.
 • આ કાર પેટ્રોલ અને CNG બંને વેરિઅન્ટ (બાય-ફ્યુઅલ)માં પણ ઉપલબ્ધ છે. થોડા સમય પહેલાં જ તેણે તેનું BS6S-CNG વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.
 • તેમાં 998cc, ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 6000rpm પર 67PS પાવર અને 3500rpm પર 90Nm ટોર્ક જનરેટ કરે છે.
 • તેમાં 5 સ્પીડ મેન્યુઅલની સાથે AMT ગિયરબોક્સ ઓપ્શન પણ મળે છે.
 • બંનેમાં 21.63kmplની એવરેજ મળે છે, જે ARAI પ્રમાણિત છે. તેની કિંમત રૂપિયા 4.41-5.58 લાખ રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here