ક્રેટા કે સેલ્ટોસ ખરીદવાનું વિચારતા હો તો થોડી રાહ જૂઓ, આગામી 18 મહિનામાં એડવાન્સ ફીચર્સથી સજ્જ 7 મિડ-સાઇઝ SUV લોન્ચ થવા જઈ રહી છે

0
0

ગયા વર્ષે કિઆ સેલ્ટોસ આવવાથી ઘણી ઓટોમોબાઇલ કંપનીઓની આંખો ખુલી છે કારણ કે, તેમાં મિડ-સાઇઝ SUVની સાચી ક્ષમતા સ્પષ્ટપણે જોવા મળી છે. હ્યુન્ડાઇ ક્રેટાએ દર મહિને સરેરાશ 10,000 યૂનિટ વેચાણનો ટોન સેટ કરી દીધો છે. તાજેતરના વર્ષોમાં સેગમેન્ટ ખરેખર વધુ સ્પર્ધાત્મક બનશે કારણ કે, ઘણા કારમેકર્સ આ સેગમેન્ટમાં પોતાની ગાડીઓ લાવી રહ્યા છે. આગામી કેટલાક વર્ષોમાં સ્કોડા, ફોર્ડ, મહિન્દ્રા, ફોક્સવેગન, હોન્ડા, મારુતિ સુઝુકી, ટોયોટા અને જીપ પોતાની મિડ-સાઇઝ SUV લાવશે.જો તમે પણ મિડ-સાઇઝ SUV ખરીદવાનું વિચારી રહ્યા હો તો થોડી રાહ જોવી વધુ સારી રહેશે કારણ કે, આગામી 18 મહિનામાં 7 મિડ-સાઇઝ SUV માર્કેટમાં એન્ટ્રી કરવાની છે.

1. સ્કોડા કામિક (Skoda Kamiq)

કામિક વૈશ્વિક સ્તરે સ્કોડાની સૌથી નાની SUV છે અને ગ્લોબલ માર્કેટમાં એન્ટ્રી કર્યા બાદ તેની શરૂઆત સારી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણી ઓટો કંપનીઓ CBU પ્રોડક્ટ દ્વારા હોમોલોગેશનના નિયમોમાં છૂટનો લાભ લેતી જોવા મળી છે. ફોક્સવેગન T-Roc અને સ્કોડા કારોક તેના મુખ્ય ઉદાહરણો છે. એ જ રીતે, કંપની ભારતમાં કામિકનું ટોપ-સ્પેક વર્ઝન લોન્ચ કરી શકે છે. આ કારમાં 12.3 ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, લેન કિપીંગ આસિસ્ટ, એડપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ જેવાં ફીચર્સ આપવામાં આવી શકે છે.

2. ફોર્ડ મહિન્દ્રા SUV (Ford-Mahindra SUV)

ગયા વર્ષના અંતમાં ફોર્ડ અને મહિન્દ્રાએ એક જોઇન્ટ વેન્ચર પર હસ્તાક્ષર કર્યા હતા અને આ ભાગીદારીમાંથી બહાર આવનાર પહેલી પ્રોડક્ટ C-સેગમેન્ટ SUV હશે. બંને કંપનીઓ 9 SUV પર કામ કરી રહી હોવાના અહેવાલ છે. ફોર્ડ C-SUV નેક્સ્ટ જનરેશન XUV 500 પર બેઝઅડ હશે, એક મિડ-સાઇઝ SUV પણ પાઇપલાઇનમાં છે. મહિન્દ્રા ઇન્ટરનેશનલ માર્કેટમાં ફોર્ડ વાહનોના ઉપયોગ માટે એન્જિન સપ્લાય કરવા પણ તૈયાર છે અને આગામી મિડ-સાઇઝ ડ્યુઓને 1.5 લિટરનું mStallion પેટ્રોલ અને ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવી શકે છે. મહિન્દ્રા વર્ઝનનું નામ XUV400 રાખવામાં આવી શકે છે કારણ કે, તે XUV300 અને XUV500 વચ્ચેનો સ્લોટ હશે, જ્યારે ફોર્ડની મિડ-સાઇઝ SUV 2021ના ​​અંતમાં આવી શકે છે.

3. મારુતિ-ટોયોટા SUV (Maruti-Toyota SUV)

સુઝુકી અને ટોયોટા વચ્ચેની ભાગીદારી આમ તો વર્ષ 2017થી વિકસી થઈ છે. આ ભાગીદારી હેઠળ પહેલી પ્રોડક્ટ રિબેઝ્ડ બલેનો હતી, જેને ટોયોટા ગ્લેન્ઝા નામથી માર્કેટમાં ઉતારવામાં આવી હતી. ત્યારબાદ વિટારા બ્રેઝઆનું રિબેઝ્ડ વર્ઝન આવ્યું, જેને અર્બન ક્રૂઝર નામ આપવામાં આવ્યું. બંને બ્રંડ તેમના ફાયદા માટે એકબીજાની શક્તિનો ઉપયોગ કરી રહી છે અને ઇલેક્ટ્રિફિકેશન તેમના સંબંધોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. વિટારા બ્રેઝા ગ્લોબલ C-પ્લેટફોર્મ બેઝ્ડ મિડ-સાઇઝ SUV સહિત ઘણા નવાં વાહનો પાઇપલાઇનમાં મૂકવામાં આવ્યા હોવાનું કહેવાય છે. વર્ષ 2022માં તેની શરૂઆત થવાની સંભાવના છે અને તે જ વર્ષ દરમિયાન ટોયોટા વેરિઅન્ટ પણ આવી શકે છે. રિબેઝ્ડ મોડેલની વિપરીત બંને મિડ-સાઇઝ SUVમાં સ્પેશિયલ ફીચર્સ હશે અને તેમાં વિવિધ એક્સટિરિયર હશે.

4. ફોક્સવેગન ટાઇગૂન (VW Taigun)

સ્કોડા વિઝન ઇન બેઝ્ડ મિડ-સાઇઝ SUV વર્ષ 2021ની શરૂઆતમાં આવશે અને તેના થોડા સમય પછી ટાઇગૂન લોન્ચ થાય એવી શક્યતા છે. તેમાં વિઝન ઇન બેઝ્ડ પ્રોડક્શન SUV જેવી પાવરટ્રેન, મિકેનિકલ અને ઇન્ટિરિયર જોવા મળી શકે છે. ભારતમાં તેની કિંમત 9.99 લાખ રૂપિયાથી 16 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની ધારણા છે. આ હ્યુન્ડાઇ ક્રેટા અને કિઆ સેલ્ટોસ સહિત અનેક મિડ-સાઇઝ SUVને ટક્કર આપશે. ઇન્ટિરિયર અપ-માર્કેટ ફીચર્સથી સજ્જ હશે અને ફોક્સવેગનના ટ્રેડમાર્ક ફીટ અને ફિનિશિંગ સાથે આવશે.

5.જીપ SUV (Jeep SUV)

જીપ ઇન્ડિયાની નજર આવતા વર્ષના પ્રારંભમાં લોન્ચ થનારી કમ્પસ ફેસલિફ્ટ પર છે. આ કમ્પસ પર બેઝ્ડ થ્રી-રો પ્રીમિયમ SUV હશે. આ સાત સીટવાળી SUV લાઇનઅપને મજબૂત બનાવશે અને કમ્પસ નીચે એક કોમ્પેક્ટ SUV સ્લોટિંગ પણ 2021 અથવા 2022ના અંતમાં આવશે. મિડ-સાઇઝ સાથે ઓફ-રોડ બેઝ્ડ પ્રીમિયમ SUV એવા ખરીદદારોને આકર્ષવામાં સફળ થઈ શકે છે જે ટોપ-સ્પેક મોડેલ ખરીદવા માગે છે. તેની સીધી સ્પર્ધા મારુતિ સુઝુકી જિમ્ની, મહિન્દ્રા થાર અને નેક્સ્ટ-જનરેશન ફોર્સ ગુરખા સાથે થશે. તેનું અપ-માર્કેટ વલણ ક્રેટા અને સેલ્ટોસને પણ ટક્કર આપવામાં મદદ કરશે.

6. સ્કોડા વિઝન-ઇન (Skoda Vision IN )

ઇન્ડિયા 2.0 પ્રોડેક્ટ દ્વારા સ્કોડા ઓટો ઇન્ડિયાની પહેલી પ્રોડક્ટ એક મિડ-સાઇઝ SUV છે. 2020 ઓટો એક્સ્પોમાં દર્શાવવામાં આવેલા વિઝન ઇન કોન્સેપ્ટના આધારે તેનું પ્રોડક્શન મોડેલ સ્કોડા કામિકની જેમ ડિઝાઇન કરવામાં આવશે. તે હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, ટાટા હેરિયર અને નિસાન કિક્સને પડકારશે. આ MQB A0 IN પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે. આ 5 સીટર ફોક્સવેગન ટાઇગૂન જેવી હશે. આ ઓછામાં ઓછું શરૂઆતમાં ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવશે, જે વાયરલેસ ચાર્જર, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, HUD, કનેક્ટેડ ઇન્ટરફેસ સાથે એક મોટી ટચસ્ક્રીન જેવાં ફીચર્સથી સજ્જ હશે.

7. હોન્ડા ZR-V (Honda ZR-V)

હોન્ડાએ તાજેતરમાં જ ZR-V નેમપ્લેટ માટે કોપીરાઇટ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી હિંટ મળે છે કે કંપની એક પ્રીમિયમ SUV પર કામ કરી રહી છે. કંપનીએ આર્થિક સમસ્યાઓના કારણે HR-Vનું લોન્ચિંગ ભારતમાં પોસ્ટપોન કરવામાં આવ્યું છે. હોન્ડા WR-V ઉપર એક મિડ-સાઇઝ SUV લાઇનઅપમાં WR-V ઉપર એક મિડ-સાઇઝ SUV લાવી શકે છે અને તેને આવતા વર્ષે અથવા વર્ષ 2022માં લોન્ચ કરવામાં આવી શકે છે. આ તાજેતરમાં જ લોન્ચ થયેલી 5th જનરેશન સિટી પર બેઝ્ડ હશે અને તેમાં 1.5 લિટરનું i-VTEC પેટ્રોલ અને 1.5 લિટરનું i-DTEC ડીઝલ એન્જિન આપવામાં આવી શકે છે. હોન્ડાની ભારતમાં પ્રીમિયમ અપીલ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેમાં કનેક્ટેડ ફીચર અને ઇન્ફોટેનમેન્ટ માટે મોટી ટચસ્ક્રીન, વાયરલેસ ચાર્જિંગ, પેનોરેમિક સનરૂફ આપવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here