Wednesday, April 17, 2024
HomeઅમદાવાદGUJARAT:અમદાવાદની સિટી બસમાં મુસાફરી કરતા હો તો રહેજો સાવધાન, પોલીસે બે મહિલાની...

GUJARAT:અમદાવાદની સિટી બસમાં મુસાફરી કરતા હો તો રહેજો સાવધાન, પોલીસે બે મહિલાની કરી ધરપકડ

- Advertisement -

જો તમે અમદાવાદની AMTS અને BRTS બસમાં રોજ મુસાફરી કરતા હો તો સાવધાન રહેજો. આપની બાજુમાં ઉભેલી મહિલા ચોર ગેંગની સાગરીત પણ હોઈ શકે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આવી જ બે ચોર મહિલાની ધરપકડ કરી છે. જેમણે લોકો જેમ કામધંધે જતા હોય છે એવી જ રીતે ચોરીને જ ધંધો બનાવ્યો હતો.અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચોરીઓ થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો હતો.

શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પણ તાજેતરમાં બસમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે મહિલાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના સરદારનગરમાં રહેતી રામેશ્વરી ગાયકવાડ તેમજ સોનલ ગાયકવાડની ધરપકડ કરી છે. પોલીસને આ બંને મહિલાઓ પાસેથી ₹50,000 રોકડા, 700 યુએસ ડોલર, પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે.અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા સમયથી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચોરીઓ થવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો હતો. શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પણ તાજેતરમાં બસમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે મહિલાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદના સરદારનગરમાં રહેતી રામેશ્વરી ગાયકવાડ તેમજ સોનલ ગાયકવાડની ધરપકડ કરી છે. પોલીસને આ બંને મહિલાઓ પાસેથી ₹50,000 રોકડા, 700 યુએસ ડોલર, પાસપોર્ટ, પાનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular