શું તમે બેરોજગાર છો તો મિસકોલ કરો, યૂથ કોંગ્રેસે ચાલું કર્યું નેશનલ બેરોજગારી રજિસ્ટર

0
24

રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરની જગ્યાએ યૂથ કોંગ્રેસ રાષ્ટ્રીય બેરોજગારી રજિસ્ટર બનાવવાનું અભિયાન ચલાવશે. જેને આજે કોંગ્રેસ કાર્યાલયમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અવસરે યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે જણાવ્યું હતું કે, દેશમાં 45 વર્ષની સૌથી વધું બેરોજગારી છે. મોદી સરકારે છ વર્ષ પહેલા કહ્યું હતું કે, દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું. આ હિસાબે જોઈએ તો, 12 કરોડ નોકરીઓ આપવી જોઈએ, પણ અત્યાર સુધીમાં કેટલી નોકરી આપી તેના કોઈ આંકડા સરકાર પાસે નથી.

તેમણે આગળ જણાવ્યું હતું કે, પહેલા ખેડૂતો આત્મહત્યા કરતા હતા અને હવે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. જેના પર કોઈ વાત કરતું નથી. તળીયે જતાં જીડીપી પર કોઈ વાત કરતું નથી. નોકરી પર સવાલો કરતા પકોડા તળવાની સલાહ આપે છે. પણ ડુંગળી 150 રૂપિયા થઈ ગઈ છે તો પકોડા પણ કઈ રીતે બનાવીએ ?

યૂથ કોંગ્રેસે એનઆરયુ અભિયાન માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. જેના પર આવેલા મિસ કોલના આંકડા સરકારને મોકલવામાં આવશે. જેનો ટોલ ફ્રિ નંબર છે 8151994411 છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here