Wednesday, September 22, 2021
HomeSBI યોનો એપ સાથે ટોયોટાની કાર બુક કરો તો 5 હજાર રૂપિયાની...
Array

SBI યોનો એપ સાથે ટોયોટાની કાર બુક કરો તો 5 હજાર રૂપિયાની એક્સેસરીઝ મળશે

ટોયોટાની કાર ખરીદવામાં દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેન્ટ બેંક ઓફ ઇન્ડિયા મોટો ફાયદો આપી રહી છે. આ માટે તમારે SBI Yono એપથી ટોયોટાની કારનું બુકિંગ કરવાનું રહેશે. ત્યારબાદ SBI અને ટોયોટા તરફથી તમને ઘણા ફાયદા મળશે.

યોનો એપ્લિકેશનથી બુક કરશો તો એક્સેસરીઝ ફ્રી

ટોયોટા અને SBIએ પાર્ટનરશિપ કરી છે, જેમાં જો તમે SBI યોનો એપ સાથે ટોયોટાની કાર બુક કરો તો તમને 5 હજાર રૂપિયાની એક્સેસરીઝ મળશે. પરંતુ આ માટે તમારે SBI યોનો એપથી જ ટોયોટાની કાર બુક કરાવવી ફરજિયાત રહેશે.

કાર ફાઇનાન્સિંગ પર વ્યાજ પર છૂટ મળશે

જો તમે ટોયોટાની કાર SBI Yono એપથી બુક કરતા હો અને તેના માટે તમે ફાઇનાન્સ કરાવવા માગતા હો તો તમને 0.25 ટકાના વ્યાજ પર છૂટ મળશે. આ સાથે તમને SBI Yono એપ્લિકેશન સાથે કાર બુક કરાવવા પર બીજી ઘણી ઓફર્સ મળી શકે છે.

આ ગાડીઓ પર ઓફર્સ મળી ચૂકી છે

અગાઉ SBIએ નવી ટાટા સફારી અને રેનોલ્ટ કાઇગરનાં બુકિંગ પર પણ આવી જ ઓફર કરી હતી, જેમાં SBI દ્વારા ઝીરો પ્રોસેસિંગ ફી પર લોનની સુવિધા પણ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments