2015 થી યુવક સગીરાનો પીછો કરતો હતો : મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહીં તો પરિણામ સારુ નહીં આવે કહી છેડતી : : દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ.

0
10

મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહીં તો પરિણામ સારુ નહીં આવે હું તને જાનથી મારી નાંખીશ આવી ધમકી યુવકે આપી છેડતી કરતા દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 2015થી યુવક સગીરાનો પીછો કરતો હતો. આ અંગે સગીરાના પિતાએ સમજાવતા થોડો સમય યુવક સુધર્યોને પાછો પીછો શરૂ કર્યો હતો.

શહેરના દાણીલીમડા વિસ્તારમાં 20 વર્ષિય ઝરીના (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) પોતાના પરિવાર સાથે રહે છે અને TYBA માં અભ્યાસ કરે છે. 2015 માં ઝરીના શાહઆલમ ખાતે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે રીયા નામની કિશોરી પણ અભ્યાસ કરતી હતી. રીયાનો મિત્ર મારૂફ નવાબભાઇ રંગરેજ રીયાને અવાર નવાર મળવા માટે આવતો હતો. આ દરમિયાન રીયાએ કોઇ કારણસર અભ્યાસ છોડી દીધો હતો અને સ્કૂલ આવવાનું બંધ કરી દીધુ હતુ. જો કે, મારૂફે સ્કૂલમાં આંટા ફેરા ચાલુ રાખ્યા હતા. રીયા ન હોવાથી મારૂફ ઝરીના ને ફ્રેન્ડશીપ કરવા વારંવાર કહેતો હતો.

જો કે, ઝરીનાએ ના પાડી દીધી હતી. આમ છતા મારૂફ ત્યા આવતો હતો અને ઝરીનાની પાછળ પાછળ જઇ ફ્રેન્ડશીપ કરવા કહેતો હતો. ધો-10 માં અભ્યાસ પૂર્ણ બાદ ઝરીનાએ બીજી સ્કૂલમાં અભ્યાસ ચાલુ કર્યો હતો. આમ છતા મારૂફ ત્યાં પણ પાછળ આવતો હતો અને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો.

જેથી ઝરીનાએ આ અંગે પરિવારને જાણ કરતા મારૂફને સમજાવ્યો હતો. જેથી થોડો સમય મારૂફ ત્યા આવતો નહીં. પછી ઝરીના કોલેજમાં આવી હતી અને તે રોજ કોલેજ જવા નિકળે ત્યારે મારૂફ તેની પાછળ પાછળ કોલેજ સુધી જતો હતો અને ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો. જેથી ફરીથી ઝરીનાએ આ અંગે પિતાને વાત કરતા તેમણે મારૂફને ઠપકો આપ્યો હતો. જેથી તેણે પિછો કરવાનું બંધ કરી દીધુ હતુ.

આ દરમિયાન 1 જાન્યુ.ના રોજ ઝરીના પરીક્ષા આપી પોતાનું વ્હીકલ લઇ ઘરે આવતી હતી. ત્યારે મારૂફે પિછો કર્યો હતો. જેથી ઝરીનાએ પિછો ન કરવા કહેતા મારૂફે જણાવ્યું હતું કે, તુ મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહીંતર પરિણામ સારુ નહીં આવે હું તને જાનથી મારી નાખીશ. આવી ધમકી બાદ ઝરીના ડઘાઇ ગઇ હતી અને તેણે પરિવારને જાણ કર્યા બાદ આ મામલે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here