Tuesday, March 19, 2024
Homeશિયાળામાં નિયમિત આ ફળ અને શાકભાજીના જ્યૂસ પીશો તો રોગો જડમૂળથી દૂર...
Array

શિયાળામાં નિયમિત આ ફળ અને શાકભાજીના જ્યૂસ પીશો તો રોગો જડમૂળથી દૂર જતાં રહેશે, થશે ફાયદા.

- Advertisement -

શિયાળો એટલે હેલ્ધી વસ્તુઓ ખાવાની સીઝન. ગાજર, પાલક, ટમેટાં, આમળા, બીટ, કોથમીર, આદુનો રસ આ સીઝનમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. શિયાળામાં શરીરને ફિટ રાખવા માટે લોકો અનેક નુસખાઓ અજમાવી રહ્યાં છે. લોકો શરીર કસાયેલું રહે તે માટે કસરત તો કરે જ છે સાથે ખોરાક ઉપર પણ ધ્યાન આપે છે. ઠંડીમાં સ્વાસ્થ્ય માટે જરૂરી વિવિધ જ્યૂસ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે. તે ઉપરાંત લીલા શાકભાજી તેમજ ફળના જ્યૂસ ઠંડીમાં નિયમિત પીવામાં આવે તો અનેક રોગો જડમૂળથી દૂર જતાં રહે છે. ચાલો જાણીએ ફાયદા.

  • શિયાળામાં શરીરને ફિટ રાખવા અજમાવો આ ટિપ્સ
  • શરીરમાં નહીં પ્રવેશે રોગો
  • લીલા શાકભાજી તેમજ ફળના જ્યૂસ ઠંડીમાં નિયમિત પીવા જોઈએ

કયા જ્યૂસ પીવા જોઇએ

શિયાળામાં પાલકનો સૂપ, કોથમીર, ગાજર, બીટ, ટમેટાંનો સૂપ પીવાથી ફાયદો થાય છે. સવારમાં કસરત, રનિંગ-જોગિંગ કે યોગા કરીને પીવાથી અનેક ફાયદા થાય છે. તે ઉપરાંત આદુનો રસ પણ ફાયદાકારક છે. તેમજ ફળમાં દાડમ, નાળીયેર પાણી, મોસંબી, સંતરાનો જ્યૂસ પીવો જોઇએ.

પાલક

પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી ઊર્જા પૂરી પાડે છે. પાલકનો જ્યૂસ પીવાથી તે શરીરને મજબૂત બનાવે છે. ખાસ કરીને બાળકોને પીવડાવવાથી ઝડપથી વિકાસ થાય છે, તેમજ કોલેસ્ટેરોલને શરીરની બહાર કાઢે છે. રેસા હોવાથી પેટ-આંતરડાને પાલક સાફ રાખે છે.

મોસંબી

મોસંબીનો જ્યૂસ પીવાથી તાજગી, સ્ફૂર્તિ આવે છે. તે ભૂખ લગાડે છે. વાયુ, તાવ, બળતરા, નબળાઇનો નાશ કરે છે. બાળકો તે પીવે તો પાચનશક્તિ વ્યવસ્થિત રહે છે. વિટામીન-સી તેમાંથી મળે છે. અપચો અને પેટના દદોઁ માટે મોસંબી ઉપયોગી છે.

ટમેટાં

ટમેટાં પેટના રોગમાં ઉપયોગી છે. તેમાંથી વિટામીન પણ મળે છે. મુખમાં ચાંદી પડી હોય તો તે પીડાને દૂર કરવા ટમેટાં ઉપયોગી છે. ટમેટાનો ગરમ સૂપ પીવામાં આવે તો શરદી જેવી બીમારી દૂર થાય છે. પાચનને સુવ્યવસ્થિત બનાવવામાં ટમેટાંનો ગરમ સૂપ બેસ્ટ ગણાય છે.

ગાજર

ગાજરમાં વિટામીન એ હોય છે. જેનો જ્યૂસ પીવાથી પેનક્રિયાસના કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે. તે ઉપરાંત સાંધાનો દુ:ખાવો મટાડે છે. દાંતની મજબૂતાઇ વધારે છે. પેટ સાફ રાખે છે. ચહેરાને ચમકતો રાખે છે. વૃધ્ધાવસ્થા અટકાવે છે.

બીટ

બ્લડપ્રેશર કાબૂમાં રાખવા માટે બીટ ખૂબ જ ઉપયોગી છે. બીટનો જ્યૂસ પીવાથી રક્તપ્રવાહ સપ્રમાણ રહે છે. બીટમાંથી આયર્ન મળે છે, જેને લીધે હિમોગ્લોબિન મળે છે. લાંબાગાળે રક્તવાહિનીઓ સાંકડી થતી અટકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular