જો માત્ર થોડું કામ કરીને પણ થાક લાગતો હોય તો દૂધમાં નાખીને પીવો આ વસ્તુ

0
0

શું તમે જાણો છો ખાવામાં મીઠો ગોળ સ્વાદિષ્ટ તો હોય જ છે અને સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ખુબ લાભદાયી હોય છે. ગોળનું દરરોજ સેવન કરવાથી મોઢાનો સ્વાદ તો બદલે છે અને સાથે-સાથે તમે ઘણી બીમારીઓથી છૂટકારો પણ મેળવી શકો છો. જો ખાંડની સરખામણી ગોળ સાથે કરવામાં આવે તો ગોળમાં ખાંડ કરતા ઘણા વધારે ઔષધીય ગુણ હોય છે.

 

ગોળ હંમેશાંથી જ ખાંડ કરતા શક્તિશાળી અને ઉત્તમ રહ્યો છે. આપણા વડીલો પણ હંમેશાં આપણને ગોળ ખાવાની સલાહ આપે છે. ગોળનો ઉપયોગ ઘણી સામગ્રીઓ બનાવવા કરવામાં આવે છે. ડૉક્ટર્સ પણ ખાંડની જગ્યા પર ગોળ ખાવાની સલાહ આપે છે. જો ગોળ અને દૂધ બંને સાથે લેવામાં આવે તો તેનાથી આપણને ખૂબ જ લાભ થાય છે.

નિયમિત ગોળ અને દૂધ મિક્સ કરીને લેવામાં આવે તો તેનાથી માસિક પીડા, ઘૂંટણની પીડા અને અસ્થમા જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે. જે દિવસે તમને ખૂબ થાક લાગે તે દિવસે તમારે પાણી સાથે ગોળનું સેવન કરવું જોઈએ. આ સાથે જ દૂધ સાથે ગોળનું સેવન કરવાથી પણ ફાયદો થાય છે. ગોળ બનાવવા માટે શેરડીના રસમાંથી પાણી બાળી બનાવવામાં આવે છે. શેરડીના રસના બધા જ ખનીજદ્રવ્ય અને ક્ષાર ગોળમાં તેમના તેમ જ જળવાઈ રહે છે.

દૂધ અને ગોળ મિક્સ કરી પીવાનો સૌથી મોટો ફાયદો સાંધાના દુખાવાના દર્દીઓ માટે છે. જો તમારે સાંધા મજબૂત કરવા હોય તો તમારે ગોળના એક નાના ટુકડાને આદુ સાથે પીસીને દરરોજ ખાવો જોઈએ તેનાથી સાંધામાં મજબૂતી આવે છે. આ સાથે જો તમે વધુ સુંદર બનવા માંગતા હોવ તો પણ તમારે આ નુસખો અપનાવવો જોઈએ. તેના સેવનથી ત્વચા નરમ અને સ્વસ્થ બને છે. વાળમાં પણ વૃદ્ધિ થાય છે. આ સાથે ખીલથી પણ મુક્તિ મળે છે. દરરોજ ગોળને ખોરાક સાથે લેવાથી સ્નાયુઓ મજબૂત થાય છે.

ગોળના કારણે શરીરમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે. આ સાથે ગોળ તમારા શરીરને તાકાત પણ પુરી પાડે છે. ગોળ અને દૂધના આ મિશ્રણને દરરોજ રાત્રે સૂતા પહેલા અથવા દરરોજ સવારે લઈ શકાય છે. સામાન્ય રીતે ઉંમર વધવાના કારણે સાંધાનો દુખાવો થતો હોય છે અને તેનાથી પીડાના કારણે ઊભા થવામાં અને બેસવામાં ખૂબ મુશ્કેલી પડે છે. આ દુખાવો દૂર કરવા માટે દરરોજ ગોળ, દૂધ અને આદુનું સેવન કરવું જોઈએ.

ગોળને પીસી તેમાં આદુ નાખી અને તેને ખાવું જોઈએ. આ ખાધા પછી ઉપરથી થોડું દૂધ પીવાથી વધારે ફાયદો થાય છે. શરીરનો થાક દૂર કરવા માટે દિવસમાં ત્રણ ચમચી ગોળ ખાવો જોઈએ. અસ્થમાની સમસ્યા દૂર કરવા માટે ગોળ અને કાળા તલના લાડુ ખાઈ એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી ખૂબ ફાયદો થાય છે.

ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવાથી વધતી ચરબી અટકાવી શકાય છે અને શરીરમાં શક્તિ અને ઉજાસ પણ આવે છે. ગોળનું સેવનથી પેટની પાચનની સમસ્યાઓ દૂર કરી શકાય છે અને જે મહિલાઓને પીરિયડ્સમાં વધારે દુખાવો થતો હોય તેમણે દૂધ અને ગોળના મિશ્રણનું સેવન કરવું જોઇએ. પીરિયડસ શરૂ થવાના 1 અઠવાડિયા પહેલાથી જ દરરોજ 1 ચમચી ગોળનું સેવન કરવાથી આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here