સાવધાન : દિયોદરમાં માસ્ક વગર જો બહાર નીકળ્યા તો ચૂકવવા પડશે ૨૦૦ રૂપિયા…

0
5
સમગ્ર ગુજરાતમાં અત્યારે  કોરોનાવાયરસે હાહાકાર મચાવી દીધો છે.સરકાર  દ્વારા વિવિધ નિર્ણયો વડે  આ કોરોનાવાયરસ ને ડામવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે લોકડાઉન બાદ અનલોક 1 ચાલી રહ્યું છે. ત્યારે દિયોદરમાં લોકો  પણ કોરોનાવાયરસ ની મહામારી સમજી રહ્યા નથી  અને કાળજી રાખી રહ્યા નથી માસ્ક વગર બહાર નીકળી રહ્યા છે. ત્યારે દિયોદર પોલીસ તંત્ર દ્વારા આવા લોકોને સમજાવવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે. દિયોદરમાં માસ્ક વગર બહાર નિકળનાર  ને તંત્ર દ્વારા 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
દિયોદરમાં મામલતદાર ની ટીમ હોય તાલુકા પંચાયતની ટીમ હોય તે પછી ગ્રામ પંચાયતની ટીમ અને દિયોદર ટ્રાફિક પોલીસ દ્વારા દિયોદરમાં માસ્ક વગર બહાર નીકળનાર ને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.તો દિયોદર માં માસ્ક વગર પ્રવેશ કરતા હોવ તો   હવે સાવધાન થઈ જાઓ અને ચેતી જજો નહીંતર તમારે પણ 200 રૂપિયા ચૂકવવા પડશે.વધુ માં વાત કરીએ દિયોદર ટ્રાફિક પોલીસ દ્વારા આજે 42 લોકો ને રોકી 8400 રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. દિયોદર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રમેશભાઈ તેમજ કરણસિંહ દ્વારા આજે માસ્ક વગર નીકળતા 42  લોકોને રોકી 8400 જેટલો આજે દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે અગાઉ પણ દિયોદર ગ્રામ પંચાયતના કર્મચારીઓ દ્વારા પણ માસ્ક  વગર ફરતા લોકો ને રોકી દંડ ફટકારવામાં આવ્યો હતો……
અહેવાલ : લલિત દરજી, CN24NEWS,  દિયોદર, બનાસકાંઠા