બાઇક હોય કે કાર પંક્ચર પડવાનો ડર ના રહે એટલે હંમેશાં પંક્ચર કિટ સાથે રાખો, ઇમર્જન્સીમાં 5 મિનિટમાં જ પંક્ચર રિપેર થઈ જશે

0
13

જો તમને કારમાં લોન્ગ ડ્રાઇવ પર જવું ગમતું હોય અથવા બાઇક પર કલાકો સુધી ફરવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે જાણવા જરૂરી છે. જ્યારે પણ આપણે ટૂ-વ્હીલર અથવા ફોર વ્હીલર પર લોન્ગ ડ્રાઇવ પર જઈએ ત્યારે ટાયર પંક્ચર થવાનો ભય આપણને સતાવતો રહે છે. કારમાં તો સ્ટેપની (સ્પેર વ્હીલ) હોય છે, પરંતુ બાઇકર્સને પ્રોબ્લેમ ઊભો થતો હોય છે.

ઘણીવાર ટાયર એવી જગ્યાએ પંક્ચર થઈ જાય છે જ્યાં દૂર-દૂર સુધી પંક્ચરની દુકાન પણ હોતી નથી. આ જ સમસ્યાને તમે પંક્ચર રિપેર કિટની મદદથી દૂર કરી શકો છો. આ કિટ કારની ઉપરાંત તમામ બાઇક્સ અને સ્કૂટર્સમાં કામ કરે છે. આ કિટ બેગ ખૂબ જ નાની છે, જે સરળતાથી તમારી સાથે લઇ જઇ શકાય છે. તો ચાલો આ કિટ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

પંક્ચર કિટ શા માટે જરૂરી છે?

સામાન્ય રીતે ટ્યુબલેસ ટાયર સરળતાથી પંક્ચર થતાં નથી. ઘણી વખત પંક્ચર થયા પછી પણ તે ઘણાં કિલોમીટર સુધી સરળતાથી દોડી શકે છે. તેમ છતાં પંક્ચર કિટ તમારી સાથે રાખવી જરૂરી છે. આ એટલા માટે જરૂરી છે કારણ કે ઘણી વખત રાત્રે પંક્ચર પડ્યું અને ટાયર પંક્ચર કરનારી દુકાન ન મળી તો સમસ્યા ઊભી થઈ શકે છે. આ કિસ્સામાં આ કિટથી 5 મિનિટમાં જ પંક્ચર રિપેર કરી શકાય છે.

ટાયરનું પંક્ચર રિપેર કરવાની પ્રોસેસ

ટ્યુબલેસ ટાયરમાં પંક્ચર રિપેર કરવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે ફક્ત ટાયરનો એ જ ભાગ શોધવાની જરૂર છે જ્યાં પંક્ચર પડ્યું છે. આ જગ્યાએ કોઈ ખિલ્લી અથવા તીક્ષ્ણ વસ્તુ હોઈ શકે છે. તેને પ્લાઝની મદદથી ખેંચવાનું રહે છે. ત્યારબાદ પંક્ચર સ્ટ્રિપને એ જગ્યા પર રેમરની મદદથી લગાવી દો. ત્યારબાદ ટાયરમાંથી બહાર નીકળતી પટ્ટીને કાપો. હવે એર પંપની મદદથી ટાયરમાં હવા ભરી દો. ટાયરમાં જ્યાં પંક્ચર પડ્યું હોય ત્યાં સ્ટ્રીપ લગાવવા માટે નિશાન પણ બનાવી શકો છો.

પંક્ચર કિટમાં શું મળશે?

આ કિટમાં તમને લગભગ 10 જેટલી આઇટમ્સ મળી શકે છે. તેમાં રેમર, પ્રોબ, પંક્ચર રિપેર સ્ટ્રીપ્સ, કટર, નોઝ પ્લાયર, ચોક, ટાયર વાલ્વ, વાલ્વ કેપ્સ અને ગ્લોબ્સ સામેલ છે. જો કે, ઘણી કિટ્સમાં રેમર, પ્રોબ, પંક્ચર રિપેર સ્ટ્રીપ્સ, કટર, નોઝ પ્લાયનો જ સમાવેશ થાય છે. પંક્ચર માટે આ આવશ્યક વસ્તુઓ છે. તમારે આ કિટ સાથે એર પંપ રાખવો પણ જરૂરી છે.

કિંમત

આ કિટની ઓનલાઇન પ્રાઇઝ 125 રૂપિયાથી શરૂ થાય છે. તેમજ, ક્વોલિટી અને વસ્તુઓને ધ્યાનમાં રાખીને તેની કિંમત 600થી 700 રૂપિયા સુધી પહોંચે છે. વધુ સારી ગુણવત્તાવાળી કિટ જ ખરીદવી જોઈએ કારણ કે, જ્યારે રેમર અથવા પ્રોબનું હેન્ડલ અલગ થઈ ગયું તો આ કિટ પછી ઉપયોગી નથી રહેતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here