હેલ્થ ડેસ્કઃ નખ ચાવવા એ માત્ર ટેવ નહીં પણ જોખમી રોગોનાં લક્ષણો પણ છે. જો તમે પણ નખ ચાવો છો તો આ ટેવ ધીમે-ધીમે દૂર કરી દો અને આરોગ્યની તપાસ કરાવો. નખ ચાવવા એ અનેક રોગો તરફ ઈશારો કરે છે. તેમાં ડિપ્રેશન અને થાઇરોઇડ પણ સામેલ છે. તેથી નખ ચાવવા એ માત્ર ખરાબ આદત જ નહીં પણ વિવિધ રોગો થવાની નિશાની પણ છે.
ડોક્ટર્સનું કહેવું છે કે નખ ચાવવા એ તણાવ તરફ નિર્દેશ કરે છે. બાળપણમાં બાળકો ડિપ્રેશન અથવા પોતાનામાં રહેલા છૂપા ડરના કારણે નખની આજુબાજુની ચરબી ચાવે છે. તમે જોયું પણ હશે કે શાળામાં ઘણીવાર બાળકો કોઈ વાતનો ડર લાગે ત્યારે નખ ચાવવા લાગે છે.
સંશોધકોનું કહેવું છે કે 80% બાળકો અને 50% માતા-પિતા કોઈ શારીરિક માંદગીને કારણે નખ ચાવે છે. તેમાં ડિપ્રેશનના કારણે સૌથી વધારે નખ ચાવવાની ટેવ પડે છે. વર્ષ 2013 માં થયેલાં એક સંશોધનમાં એવું નોંધાયું હતું કે, 11% બાળકો ઓબેસિન-કમ્પલસિવ ડિસઓર્ડરના કારણે નખ ચાવે છે. નખ ચાવવાની ટેવ પડવી એ થાઇરોઇડનું પણ એક લક્ષણ છે.
નખ ચાવવાથી પેટની સમસ્યાઓ પણ ઊભી થાય છે. નખ ચાવવાથી ગંદકી પેટની અંદર જતી રહે છે, જેના કારણે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત, નખ ચાવવાથી ચેપ લગાવાનું જોખમ પણ વધી જાય છે. જ્યારે આપણે નખ ચાવીએ છીએ તો નખમાં રહેલા બેક્ટેરિયા શરીરની અંદર જાય છે અને ચેપ ફેલાઈ શકે છે. નખ ચાવતા રહેવાથી હાથની ચારેબાજુની ત્વચા કપાઈ જાય છે. તેનાથી પણ ચેપ ફેલાવાનો ડર રહે છે.