જો તમને પણ આ રીતે સુવાની છે આદત તો ચેતી જજો! ભારે પડી શકે છે આ ટેવ

0
8

શિયાળામાં કેટલાક લોકોને રજાઇ અથવા ધાબળાથી મોઢું ઢાંકીને સૂવું ગમે છે. તેનાંથી બેશક શરદી સામે રક્ષણ મળે છે, પરંતુ આ આદત આપણા સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડે છે. હૃદયરોગના દર્દીઓ, અસ્થમાના દર્દીઓ સહિત વિવિધ રોગોથી પીડિત લોકોની સ્થિતિ પણ ખૂબ ગંભીર હોઈ શકે છે. તેથી, જો તમને આ રીતે સૂવામાં આરામ અનુભવો છો, તો જલ્દીથી આ આદતોને બદલી નાંખો.

હાર્ટ એટેકનું જોખમ

હકીકતમાં, જે લોકો મોંઢું ઢાંકીને સૂઈ જાય છે, જે લોકો માથા સુધી રજાઈને ઢાંકીને સૂઈ જાય છે. એવામાં ઓક્સિજનનો પ્રવાહ યોગ્ય રીતે થઈ શકતો નથી. અને તમને ગૂંગળામણની સ્થિતિ થાય છે. જો તમે અસ્થમાના દર્દી છો અથવા હૃદયની સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યાં છો, તો ઓક્સિજનનો અભાવ તમારી સ્થિતિને ખૂબ ગંભીર બનાવી શકે છે. કેટલીકવાર અસ્થમાનો હુમલો અને હાર્ટ એટેક પણ આવી શકે છે.

મેંટલ હેલ્થ પર પણ પડી શકે છે અસર

વધુ પડતા તાપને લીધે અનિંદ્રા, માથાનો દુખાવો, ઉબકા, શરીરમાં દુખાવો, માંસપેશીઓમાં ખેંચાણ અથવા થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક સંશોધનમાં એવું પણ બહાર આવ્યું છે કે મોં ઢાંકીને ઉંઘ લેવાને કારણે માનસિક સ્વાસ્થ્યને અસર થવાનું જોખમ રહેલું છે. તે અલ્ઝાઇમર અથવા ડાયમેન્શિયા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

વજન વધવાનું જોખમ

સ્લીપ એપ્નિયાથી પીડિત લોકોને આવી સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જેના કારણે તેમની ઉંઘ પુરી થતી નથી, તેમજ મેદસ્વીપણું પણ વધે છે.

શુ કરવું

જો તમે પણ આ રીતે ઉંધવામાં આરામનો અનુભવ કરો છો તો આ આદતને બદલવાનો પ્રયાસ કરો. જો તે તમારાથી ન થઈ શકે તો રજાઈમાં મોઢાં સુધી ઢાંકીને મોઢાને પુરુ કવર ન કરો. થોડી જગ્યા ખુલ્લી રાખો જેથી ઓક્સિજનનો પ્રવાહ બાધિત ન થાય.