પેટમાં દુઃખતું હોય તો ભૂલથી પણ ન ખાતા આ 5 વસ્તુઓ, નહીંતર થશે આવા નુકસાન

0
0

પેટમાં દુખાવાની સમસ્યા ગમે ત્યારે પરેશાન કરી શકે છે. ખરાબ ખાનપાન અને અન્ય કોઈ હેલ્થ પ્રોબ્લેમને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે. જેને ઠીક કરવામાં માટે ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો અને જો તેનાથી પણ ફરક ન પડે તો ડોક્ટરને બતાવવું જોઈએ. પણ શું તમે જાણો છો કે પેટમાં દુખાવાની સમસ્યા થતી હોય તો કેટલીક વસ્તુઓ ખાવાનું અવોઈડ કરવું જોઈએ, નહીં તો તમારી સમસ્યા વધી શકે છે અને પેટમાં દુખાવો મટવામાં પણ વધુ સમય લાગી શકે છે. તો ચાલો જાણીએ પેટમાં દુખાવાની સમસ્યામાં શું ન ખાવું.

  • પેટમાં દુખાવો થતો હોય તો ધ્યાન આપવું
  • કોઈપણ કારણસર પેટનો દુખાવો થાય તો આ વસ્તુઓ ન ખાવી
  • ડોક્ટરની સલાહ અવશ્ય લેવી

પેટમાં દુખાવો થતો હોય તો આ 5 વસ્તુઓથી દૂર રહેવું

મસાલેદાર ખોરાક

પેટમાં દુખાવો થતો હોય એવામાં મસાલેદાર ખોરાક ખાવામાં આવે તો પેટમાં બળતરાની સમસ્યા પણ થઈ શકે છે અને તેના કારણે પેટ દર્દ પણ વધી શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ

પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક હોય છે અને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય અને એવામાં જો તમે પ્રોસેસ્ડ ફૂડ ખાઓ તો તેમાં રહેલાં કેમિકલ્સ તમારા પેટને વધુ નુકસાન કરી શકે છે અને પેટનું દર્દ પણ વધારી શકે છે.

એસિડવાળા ફૂડ્સ

એસિડિક ફૂડ્સ જેમ કે પાઈનેપલ, નારંગી અને ટામેટાં વગેરેનું સેવન પેટ દર્દની સમસ્યામાં કરવું નહીં. કારણ કે તેનાથી પેટ દર્દની સમસ્યા વધી શકે છે.

કેફીનથી દૂર રહેવું

પેટમાં દુખાવો થતો હોય ત્યારે ચા, કોફી, ગ્રીન ટી, આલ્કોહોલ વગેરે કેફીનવાળી વસ્તુઓથી દૂર રહેવું નહીં તો પેટમાં દુખાવાની સમસ્યા વધી શખે છે.

હાઈ ફાયબર

પેટમાં દુખાવો થતો હોય ત્યારે હાઈ ફાયબર ફૂડ્સ ખાવાથી ટોયલેટ લાગે છે અને તેના કારણે પેટમાં દુખાવાની સમસ્યા વધી શકે છે. જેથી આ સમયે લાઈટ ખોરાક જ ખાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here