સીંગદાણા તો તમે હરતા ફરતા ટ્રાય કર્યા હશે હવે ખાઓ તેની ચાટ

0
33

હરતા ફરતા જો સીંગદાણા મળી જાય તો સમય કયા પસાર થાય ખબર નથી પડતી. સીંગદાણા તો દરેક લોકોના ફેવરિટ હોય છે. તો આજે અમે તમારા માટે સીંગદાણાની વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં સહેલી હોય છે. તમે ખાસ કરીને સીંગદાણાની ચટણી તે સિવાય કેટલાક ભરેલા શાકમાં સીંગદાણાનો ટેસ્ટ ટ્રાય કર્યો હશે. પરંતુ શુ આજે અમે સીંગદાણાની એક નવી વાનગી લઇ આવ્યા છીએ. જે તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય મસાલેદાર સીંગદાણાની ચાટ..

બનાવવાની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા સીંગદાણા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી તેમા સંચળ, લાલ મરચુ પાઉડર અને ચાટ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા લીંબુનો રસ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે મસાલેદાર સીંગદાણા ચાટ.. તમે ઇચ્છો તો તેમા કાકડીને પણ ઝીણી સમારીને મિક્સ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here