નિયમિત સેક્સ કરશો તો આ બીમારી રહેશે દૂર

0
92

  • ન્યુઝ ડેસ્ક, સીએન 24 ન્યૂઝ, અમદાવાદ

નિયમિત સેક્સના આમ તો ઘણા ફાયદા છે અને એનાથી રિલેશનશીપ પર પણ અત્યંત હેલ્ધી રહે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હેલ્ધી સેક્સ લાઈફની અસર હાર્ટ એટેક પર પણ થાય છે અને પાછલી ઉંમરે નિયમિત સેક્સને કારણે હાર્ટ એટેકના ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે.

લંડનની એક યુનિવર્સિટીએ આ બાબતે સંશોધન કર્યું છે કે નિયમિત સેક્સ કરનારા લોકોમાં નિયમિત સેક્સ ન કરનારા લોકો કરતા આર્ટ હેટેક આવવાના ચાન્સ ઘણા ઓછા થઈ જાય છે. આ સ્ટડી માટે એવા 1120 લોકોને પસંદ કરવામાં આવ્યા હતા, જે લોકોને 65 વર્ષ કે એનાથી ઓછી ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો હોય.

ઉલ્લેખનીય છે કે લગાતાર બાવીસ વર્ષો સુધી આ સ્ટડી કરવામાં આવી છે, જેના પરથી સંશોધકો એમ તારણ પર આવ્યા છે કે પાછલી ઉંમરમાં જેમનું સેક્સ કરવાનું ઘટી ગયું છે કે જેમણે સદંતર સેક્સ કરવાનું બંધ કરી દીધું છે એમના હાર્ટ એટેક આવવાના ચાન્સ ઘણા વધી જાય છે.

આંકડાઓ પર નજર ન કરીએ અને માત્ર આઉટકમ્સ પર જ નજર કરીએ તો આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે જેઓ પાછલી ઉંમરે સેક્સુઅલી એક્ટિવ નથી તેઓ હાઈબ્લડ પ્રેશર, ડાયાબિટિઝ અને કોલેસ્ટ્રોલના પણ શિકાર થયા છે. બીજી તરફ પાછલી ઉંમરે સેક્સ કરનારાઓમાં આ બધા રોગોનું પ્રમાણ નજીવું અથવા નહીંવત જોવા મળ્યું છે. આ ઉપરાંત સેક્સ કરનારા લોકો ડિપ્રેશનથી પણ દૂર રહી શક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here