પેપર કપમાં ચા પિતા હોવ તો થઈ જજો સાવધાન : IITનો ચોંકાવનારો રિપોર્ટ

0
12

તમે ક્યારેય કાગળના બનેલા એકવાર ઉપયોગ થાય તેવા કપમાં ચા પીવ છો, તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. નહીં તો તમારી એ ભૂલ તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. હાલમાં જ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જો કોઈ વ્યક્તિ પેપર કપમાં આખા દિવસમાં 3 વાર ચા પીવે છે તો તેના શરીરમાં પ્લાસ્ટિકના 75,000 સૂક્ષ્‍મ કણ જતાં રહે છે. હવે તમે અંદાજો લગાવી શકો છો કે, પેપર કપમાં ચા પીવાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. પેપર કપમાં ચા પીવાને લઈને IIT ખડગપુરમાં એક સ્ટડી કરવામાં આવી છે. જેમાં સ્વાસ્થ્ય પર પડતાં પ્રભાવની બાબતે જણાવવામાં આવ્યું છે. સ્ટડીનું નેતૃત્વ કરનારી IIT ખડગપુરમાં એસોસિએટ પ્રોફેસર સુધા ગોયલે કહ્યું કે ‘એકવાર ઉપયોગ થતાં પેપર કપમાં પેય પદાર્થ પીવો એ સામાન્ય વાત થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે, ‘અમારી સ્ટડીમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે આ કપમાં પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક તત્ત્વોના કારણે ગરમ તરલ વસ્તુ દૂષિત થઈ જાય છે. આ કપને બનાવવા માટે સામાન્ય રીતે હાઈડ્રોફોબિક ફિલ્મનો એક પડ ચઢાવવામાં આવે છે, જે મુખ્યતઃ પ્લાસ્ટિકનો બનેલો હોય છે. તેની મદદથી કપમાં તરલ પદાર્થ ટકી રહે છે. તે ગરમ પાણી નાખવા પર 15 મિનિટની અંદર પાછો પીગળવા લાગે છે. સુધા ગોયલે કહ્યું કે અમારી સ્ટડી અનુસાર એક કપમાં 15 મિનિટ માટે 100 મિલી ગરમ તરલ રાખવાથી તેમાં 25,000 માઈક્રૉન આકારના પ્લાસ્ટિક સૂક્ષ્‍મ કણ ફેલાવા લાગે છે. એટલે કે રોજ ત્રણ કપ ચા કે કોફી પીનારી વ્યક્તિના શરીરમાં 75,000 સૂક્ષ્‍મ કણ જતાં રહે છે. જે આંખોમાં નજરે પડતા નથી. તેના સ્વાસ્થ્ય પર ગંભીર પરિણામ આવી શકે છે.

એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહેલા સંશોધનકાર અનુજ જોસેફ અને વેદ પ્રકાશ રંજને આ સંશોધનમાં સુધા ગોયલની મદદ કરી છે. IIT ખડગપુરના ડિરેક્ટર વીરેન્દ્ર તિવારીએ કહ્યું હતું કે, ‘આ સ્ટડી દર્શાવે છે કે, ખતરનાક જૈવ ઉત્પાદનો અને પર્યાવરણ પ્રદૂષકોના સ્થાન પર તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા પહેલા સારી રીતે સમજવા વિચારવાની જરૂર છે. આપણે પ્લાસ્ટિકના કપ અને ગ્લાસોની જગ્યાએ એકવાર ઉપયોગ થતાં પેપર કપનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here