સ્માર્ટફોન પ્રત્યે વધારે છે લગાવ, તો સેક્સ લાઇફ ભુલી જાઓ, જાણો….

0
49

તા. 31 ડિસેમ્બર 2019, મંગળવાર

સ્માર્ટફોનના વધારે પડતા ઉપયોગની અસર મન પર પડી રહી છે, જેની સીધી અસર લોકોના યૌન જીવન પર પડી રહી છે, આ વાતનો ખુલાઅસો તાજેતરના એક રિસર્ચમાં થયો છે.

મોરક્કોના કાસાબ્લાંકામાં શેખ ખલીફા બેન જાયદ આંતરરાષ્ટ્રીય વિશ્વવિધ્યાલય હોસ્પિટલના યૌન સ્વાસ્થ્ય વિભાગે ખુલાસો કર્યો છે કે, રિસર્ચમાં શામેલ કરવામાં આવેલ લગભગ 60 ટકા લોકોએ સ્માર્ટફોનના કારણે તેમના યૌન જીવનમાં સમસ્યા થઈ રહી છે એ વાતનો સ્વિકાર કર્યો છે.

મોરક્કો વર્લ્ડ ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, સાયન્ટિસ્ટ રિસર્ચના પૂરાવા આપતાં જણાવે છે કે, બધા જ 600 પ્રતિભાગીઓ પાસે સ્માર્ટફોન જતા અને તેમાંથી 92 ટકા લોકોએ રાત્રે તેનો ઉપયોગ કરે છે તે સ્વિકાર્યું.

સર્વેમાં સામેલ લોકોમાંથી માત્ર 18 ટકા લોકોએ જ રાત્રે તેમના ફોનને બેડરૂમમાં ફ્લાઇટ મોડમાં રાખવાની વાત કહી. રિસર્ચમાં જાણવા મળ્યું કે, સ્માર્ટફોને 20 થી 45 વર્ષની ઉંમરના લોકોને નકારાત્મક રૂપે પ્રભાવિત કર્યા, જેમાં 60 ટકા લોકો કહ્યું કે, ફોને તેમની યૌન ક્ષમતાને પણા પ્રભાવિત કરી છે.

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં અવયો છે કે, લગભગ 50 ટકા લોકોએ યૌન જીવન સરસ રીતે જીવવાની વાત કરી, કારણકે તેમણે લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો નહોંતો.અમેરિકાની એક કંપની શ્યોરકૉલે એક સર્વેમાં જણાવ્યું કે, લગભગ ત્રણ-ચતુર્થાશ લોકોએ સ્વિકાર્યું કે, તેઓ રાત્રે સૂતી વખતે સ્માર્ટફોન પથારીની બાજુમાં કે પોતાની પાસે રાખે છે. જે લોકો ફોન પાસે રાખીને સૂવે છે, તેમણે ફોન દૂર થતાં ડર કે ચિંતા અનુભવવાની વાત કહી.

રિસર્ચમાં ભાગ લેનાર ત્રીજા ભાગના લોકોએ એમ પણ સ્વિકાર્યું કે, ઇનકમિંગ ફોનનો જવાબ આપવો પડતો હોવાથી પણ સેક્સમાં અડચણ પહોંચે છે. સર્વેમાં તે વાત પણ સામે આવી છે કે પુરૂષ કે મહિલા લાંબા સમય સુધી પેન્ટના ખીસ્સામાં ફોન રાખે છે તો તેમની સેક્સ ક્રિયા પર ખરાબ અસર પડે ચે. મહિલાઓમાં પણ સ્માર્ટફોનના કારણે યૌન ક્ષમતાને પ્રભાવિત કરે છે.

મોબાઇલ ફોનમાંથી નીકળતા ખતરનાક રેડિએશન મહિલાઓમાં લિબિડો એટલે કે કામેચ્છાને 25 ટકા સુધી ઓછી કરી દે છે. જો તમે પાર્ટનરને લાંબા સમય સુધી ખુશ રાખવા માગતા હોય તો મોબાલઇથી અંતર વધારે દો. તેના બે ફાયદા છે એક તો પાર્ટનર સાથે વધારે સમય પસાર કરવા મળશે અને બીજુ સેક્સ લાઇફ પણ પ્રભાવિત નહીં થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here