આ લક્ષણો જો નજર આવે તો સમજી જજો કે તમારૂ લિવર છે ખરાબ, તુરંત જ ડૉક્ટરને દેખાડો June 28, 2020

0
0

તમારૂ સ્વસ્થ રહેવું તે મોટાભાગે તમારા લિવરના સ્વસ્થ રહેવા ઉપર નિર્ભર છે. જો તમારૂ લિવર સારી રીતે કામ નથી કરી રહ્યું તો તમારે ઘણી બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. તમારૂ લિવર સારૂ રહે તેના પ્રત્યે તમને સચેત રહેવું ખાસ જરૂરી છે. પરંતુ તમે તે જાણી કેવી રીતે શકશો કે તમારૂ લિવર સારી રીતે કામ કરે છે કે નહીં. કેવી રીતે જાણી શકશો કે લિવર તો ખરાબ તો નથી થઈ રહ્યું. તમને લિવર સંબંધી કોઈ સમસ્યા તો નથી, આ જાણવા માટે શારિરીક પ્રતિક્રિયાઓ ઉપર વિશેષરૂપે નજર રાખવી પડશે અને તેમાં થઈ રહેલા બદલાવો અને લક્ષણોને ગંભીરતાથી સમજવાની જરૂર રહેશે.

કેટલાક લોકોને લિવરમાં સોજો આવી જાય છે. જેના કારણે તેના પેટનો આકાર વધી જાય છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તે તેને શરીર વધવાની સમસ્યા સમજવાની ભૂલ ન કરતા તે તમને પરેશાનીમાં નાંખી શકે છે. આ સ્થાને સમય સમય ઉપર દર્દ થતું હોય તો ડૉક્ટરને દેખાડો.

કેટલીક વખત લિવરની ખરાબીના કારણે વધારે થાક લાગવો, ત્વચાનું સુકુ થઈ જવું, આંખોની આસપાસ કાળા ઘેરાવ થઈ જાય છે. લિવર કમજોર હોવાની સ્થિતિમાં ત્વચા બેજાન થઈ જાય છે અને વાળોથી જોડાયેલી સમસ્યા પણ થઈ શકે છે.

જો ભુખ નથી લાગી રહી તો પેટમાં ગૈસ અને અપચા જેવી સમસ્યા રહેતી હોય તો તેને પણ લિવર ખરાબ થવાનું લક્ષણ માનવામાં આવી રહ્યું છે. લિવરની ખરાબીના કારણે આ લક્ષણોની સાથે છાતીમાં બળવુ અને ભારેપણુ મહેસુસ થાય છે.

કેટલીક વખત તાવ આવવાથી મોંનો સ્વાદ ખરાબ થઈ જાય છે અને કડવાપણુ બની રહેતું હોય છે. તે લિવર ખરાબની કારણે થઈ શકે છે. લિવરની ખરાબી થવાથી અમોનીયા વધારે થઈ જાય છે અને તેના કારણે મોં માંથી બદબુ આવવાની પણ શરૂ થઈ જાય છે.

જો તમારા પેશાબનો રંગ બદલાઈ રહ્યો છે તો તમારૂ લિવર ખરાબ થઈ શકે છે. લિવર ખરાબ થવા ઉપર પેશાબનો રંગ ઘાટો થઈ જાય છે. તેના સીવાય જોન્ડીસ એટલે કે પીલીયાના લક્ષણો જેવા કે નખો અને આંખોની નીચેનો સફેદ ભાગ પીળો થઈ જવો લિવર ખરાબ થવાના લક્ષણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here