દિવાળી પર ₹50,000થી વધુ રકમની ગિફ્ટ મળે તો તેનો પણ હિસાબ રાખવો જરૂરી, નહીં તો ઇન્કમ ટેક્સ તરફથી નોટિસ આવી શકે છે

0
3

દિવાળી પર લોકો સામાન્ય રીતે એક બીજાને ગિફ્ટ આપે છે. જો તમને પણ દિવાળી નિમિત્તે કોઈ ગિફ્ટ મળે છે તો તમારે સજાગ રહેવાની જરૂર છે. નહીં તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી તમને નોટિસ મળી શકે છે. ઇન્કમ ટેક્સના નિયમો હેઠળ, જો તમને એક વર્ષમાં 50,000 રૂપિયાથી વધુની ભેટ મળી તો તમારે તેના પર ટેક્સ ભરવો પડશે. આવી સ્થિતિમાં, તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી પડશે.

50 હજારથી વધુની ગિફ્ટ પર ટેક્સ ભરવો પડે છે

વર્તમાન નિયમો અંતર્ગત જો તમને એક વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધુ રકમની ગિફ્ટ મળે તો તમારે તેના પર ટેક્સ ભરવો પડશે. વર્ષમાં ઘણી વખત આપણને ઘણા પ્રસંગોએ ગિફ્ટ મળતી હોય છે અને તેમાં 50 હજાર રૂપિયાથી વધુનો ખર્ચ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. તમારે ઇન્કમ ટેક્સમાં 50 હજાર રૂપિયાથી વધુ રકમની ગિફ્ટ આપવાની જાણી કરવી જોઇએ. જો તમે આ માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટથી છુપાવો તો તમે પાછળથી તકલીફમાં મૂકાઈ શકો છો.

ગિફ્ટ પર ટેક્સ કેવી રીતે લાગે છે?

 • આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 56 (2)(x) હેઠળ કરદાતાને મળેલી ગિફ્ટ્સ પર ટેક્સ ચૂકવવાની જવાબદારી બને છે. ટેક્સના વિસ્તારમાં આવતી ગિફ્ટ્સમાં નીચે આપેલી વસ્તુઓ સામેલ છે:
 • ચેક અથવા રોકડ મળેલી 50,000 રૂપિયાથી વધુની રકમ.
 • કોઈપણ સ્થાવર મિલકત જેવી જમીન, મકાન વગેરે, જેની સ્ટેમ્પ ડ્યુટી 50,000 રૂપિયાથી વધુ હોય.
 • જ્વેલરી, શેર, પેઇન્ટિંગ્સ અથવા અન્ય એવી મોંઘી વસ્તુઓ જેની કિંમત 50,000 રૂપિયાથી વધુ હોય.
 • સ્થાવર મિલકત સિવાય અન્ય 50,000 રૂપિયાથી વધુ રકમની કોઈપણ પ્રોપર્ટી.

સંબંધીઓ તરફથી મળેલી ગિફ્ટ પર ટેક્સ નથી લાગતો

 • જો તમને તમારા કુટુંબના સભ્યો પાસેથી કોઈ ગિફ્ટ મળે જેની સાથે તમારો લોહીનો સબંધ હોય તો તમારે તેના પર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. તમે તમારા પરિવારના સભ્યો પાસેથી કોઈપણ કિંમતની ભેટ લઇ અથવા આપી શકો છો. તે ટેક્સ ફ્રી છે. છૂટના આ વિસ્તારમાં આવનારી ગિફ્ટ્સ નીચે મુજબ છે.
 • પતિ અથવા પત્ની તરફથી મળેલી ગિફ્ટ.
 • ભાઈ કે બહેન તરફથી મળેલી ગિફ્ટ.
 • પતિ અથવા પત્નીના ભાઈ કે બહેન તરફથી મળેલી ગિફ્ટ.
 • માતા-પિતાના ભાઈ અથવા બહેન તરફથી મળેલી ગિફ્ટ.
 • વારસામાં મળેલી ગિફ્ટ અથવા પ્રોપર્ટી.
 • પતિ અથવા પત્નીના કોઈ નજીકના સંબંધી તરફથી મળતી ગિફ્ટ.
 • હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીના કિસ્સામાં કોઈપણ સભ્ય પાસેથી મળેલી ગિફ્ટ.
 • પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપલ, મ્યુનિસિપલ કમિટી અને ડિસ્ટ્રિક્ટ બોર્ડ, કેન્ટોનમેન્ટ બોર્ડ જેવા સ્થાનિક અધિકારીઓ તરફથી મળેલી ગિફ્ટ.
 • કલમ 10 (23C)માં ઉલ્લેખિત કોઈપણ ફંડ/ફાઉન્ડેશન/યુનિવર્સિટી અથવા અન્ય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, હોસ્પિટલ અથવા અન્ય મેડિકલ ઇન્સ્ટિટ્યુશન, ટ્રસ્ટ અથવા ઇન્સ્ટિટ્યુશન તરફથી મળેલી ભેટ.
 • સેક્શન 12A અથવા 12AA હેઠળ રજિસ્ટર્ડ કોઈ ચેરિટેબલ અથવા ધાર્મિક ટ્રસ્ટ તરફથી ગિફ્ટ મળી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here