કોરોનાથી બચવું હોય તો આ 5 વસ્તુઓની કરજો સફાઈ, નહીંતર સંક્રમણનો ખતરો રહેશે

0
4

કોરોનાએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે.એવામાં WHOએ લોકોને સાફ-સફાઈ સંબંધી કેટલાક નિયમો જણાવ્યા છે. જે બાદ દરેક વ્યક્તિ વારંવાર હાથ ધોવા, સફાઈ રાખવી જેવા નિયમોનું પાલન કરી રહ્યો છે. પણ શું તમે જાણો છો કે, માત્ર હાથ ધોઈ લેવા, શૂઝ સાફ કરી લેવાથી કોરોનાથી બચી શકાશે નહીં, તેના માટે તમારે અહીં જણાવેલી 5 વસ્તુઓ પણ સાફ રાખવી પડશે. ચાલો જાણી લો.

  • કોરોનાથી બચવા માત્ર હાથ ધોઈ લેવા કે માસ્ક પહેરી લેવું પૂરતું નથી
  • સંક્રમણથી બચવા આ 5 વસ્તુઓને રાખો સાફ
  • તમારા ઘરમાં નહીં આવે કોરોના

જ્વેલરી

ઘરેણાંથી ભલે કોરોના સંક્રમણ ફેલાતું નથી પરંતુ વારંવાર ઘરેણાંને હાથ લગાવવાથી સંક્રમણ ફેલાઈ શકે છે. જેથી નિયમિત તમારા ઘરેણાંને સાફ કરતાં રહો અને બીજાના ઘરેણાં પણ પહેરવા નહીં.

વૉચ અને પર્સની સફાઈ છે જરૂરી

મોટાભાગના લોકો પર્સ અને વૉચની સફાઈ કરતા નથી. જ્યારે આ વસ્તુઓને તમે રોજ હાથેથી અડી રહ્યાં છો. બની શકે કે, આ વસ્તુઓ સંક્રમણના સંપર્કમાં આવી હોય. જેથી આ વસ્તુઓને રોજ સાફ કરવી જરૂરી છે. તેને તમે એક ભીના કપડાંથી સાફ કરી શકો છો. તેના માટે એન્ટીસેપ્ટિક લિક્વિડના પાણીમાં કપડું પલાળીને તેનાથી લૂછી શકો છો.

ચશ્મા અને હેલ્મેટ

ચશ્મા અને હેલ્મેટ આ બંને વસ્તુઓ ઘરેથી બહાર નીકળતી વખતે દરેક વ્યક્તિ પહેરે છે. સંક્રમણથી બચવા માટે આ બંનેને રોજ સાફ કરવું જરૂરી છે. તમે સેનિટાઈઝર પણ છાંટી શકો છો.

બેગ અને મોબાઈલ

મોબાઈલ હોય કે પછી તમારી બેગ લોકો ગમે ત્યાં મૂકી દેતા હોય છે. તમારી આ આદતથી બેગ અને મોબાઈલ સંક્રમણની ચપેટમાં આવી શકે છે. જેથી તેને બહારથી ઘરે આવો ત્યારે તરત જ સાફ કરો. તેના માટે એન્ટીસેપ્ટિક લિક્વિડવાળા પાણીમાં કપડું નિચોવીને તેનાથી લૂછી લો. ત્યારબાદ તેને તડકામાં સૂકાવા દો.

બ્રેસલેટની સફાઈ

સાફ-સફાઈની વાત આવે ત્યારે ભાગ્યે જ કોઈનું ધ્યાન બ્રેસલેટ પર જતું હશે. પણ તેનાથી પણ સંક્રમણનો ખતરો રહેલો છે. જેથી તેની સફાઈ કરવાનું પણ ભૂલવું નહીં. તેના માટે બ્રેસલેટ પર સેનિટાઈઝર છાંટી દો અને થોડીવાર તેને તડકામાં મૂકી દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here