કોરોના વાયરસથી બચવું હોય તો આ 10 ગાઈડ લાઈનનું કરો પાલન : કેન્દ્રીય આરોગ્ય વિભાગે આપી છે આ સલાહો

0
14

કોરોના વાયરસ સામે લડવા માટે રાજ્ય સરકારોએ કમર કસી છે. ત્યારે ઉત્તર પ્રદેશની 51 મેડિકલ કોલેજોમાં કોરોનાવાયરસ એટલે કે કોવિડ-19 હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી સોમવારે જાહેર કરવામાં આવ્યું છે કે, હેલ્થ શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશના 24 સરકારી અને 27 ખાનગી મેડિકલ કોલેજો અને આરોગ્ય સંસ્થાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરવામાં આવી.

કોરોના વાયરસ સામે લડવા માટે રાજ્ય સરકારોએ કમર કસી

ત્યારે આ જાહેરાત અનુસાર, 51 મેડિકલ કોલેજોમાં કોરોના વાયરસ સંક્રમણની સારવાર અને નિવારણ માટે વર્તમાનમાં લગભગ 4500 આઈસોલેશન અને ક્વોરન્ટાઈન બેડ ઉપલબ્ધ છે. સપ્તાહમાં આને વધારીને 11,000 કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટે 548 જિલ્લામાં પૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી છે. સરકારે સોમવારે આ જાણકારી આપી હતી.. પત્ર માહિતી કચેરીએ કરેલા ટ્વિટમાં જણાવાયું છે કે જે રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોએ તેમના જે તમામ જિલ્લાઓમાં બંધનો અમલ કર્યો છે તે છે ચંદીગઢ, દિલ્હી, ગોવા, જમ્મુ કાશ્મીર અને નાગાલેન્ડ. ભારતમાં અત્યાર સુધીમાં દર્દીઓની કુલ સંખ્યા 470 પર પહોંચી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની મહત્વની 10 બાબતો..

  • ગઈકાલે કોરોના વાયરસ અંગે આરોગ્ય મંત્રાલયે આપેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ બાદ 19 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યોના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.
  • તેમણે કહ્યું કે કેન્દ્ર દ્વારા રાજ્યની પરિસ્થિતિ પર 24 કલાક જાગૃત રહેવાની સાથે જરૂરી પ્રવૃતિઓ સિવાય બાકી તમામ કામોમાં કડકાઈથી લગામ લગાવવી પડે તો તેના પર સમયસર નિર્ણય લેવો જોઇએ.
  • જિલ્લાના તમામ વહીવટી અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ કડક નિયમોનું પાલન કરે. જો કોઈ આ આદેશોનું ઉલ્લંઘન કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
  • આરોગ્ય પ્રધાનના સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે પ્રતિબંધોના આંશિક અમલથી નુકશાન થઈ શકે છે. તેમણે કહ્યું કે રાજ્યોમાં 30 સંયુક્ત સચિવો તૈનાત કરવામાં આવ્યા છે.
  • ખાનગી ક્ષેત્રની પ્રયોગશાળાઓનો ઉપયોગ કરવા માટેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ત્યારબાદથી, 12 ખાનગી લેબ ચેઇનોએ કામ કરવાનું શરૂ કર્યું છે. દેશભરમાં આ 12 ચેઈનોના 15 હજાર સંગ્રહ કેન્દ્રો છે અને દર મિનિટે આ લેબ્સને વધારવામાં આવી રહી છે.
  • કિટ ઉત્પાદકોની તપાસ ફાસ્ટ ટ્રેક કરવામાં આવ્યું છે. બે કીટ ઉત્પાદકોને મંજૂરી આપવામાં આવી છે. આમાં એફડીએસીની મંજૂરીની આવશ્યકતા નથી અને એમઆરએનઆઈ વી સર્ટિફાઇડ પણ માન્ય કિટ્સનો ઉપયોગ કોરોનાની તપાસ માટે કરી શકાય છે.
  • જરૂરી સામાનના સપ્લાયનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પણ સાથે જ આશા વ્યક્ત કરવામાં આવી છે કે લોકો સ્ટોર પર ન જઈને ઓનલાઈન ખરીદી કરે તો સારૂ રહેશે.
  • સેનેટાઈઝર અને માસ્કના ભાવ ફિક્સ કરી દેવામાં આવ્યા છે અને તેના ઉત્પાદકોને વધુમાં વધુ ઉત્પાદન વધારવા માટે કહેવામાં આવ્યું છે.
  • હાઈડ્રોક્સી ક્લોરોકિન દવા ફક્ત હેલ્થ કેર વર્કર માટે છે અને તેમના માટે છે જે પોઝિટીવ દર્દીઓની ઘરે સારવાર કરી રહ્યા છે. આ હિસાબે આ દવાની પુરતી ઉપલબ્ધતા છે. લોકડાઉનથી સંક્રમણને ઓછું કરી શકાય છે અને જે કેસ બહાર આવ્યા છે તેની સરળતાથી સારવાર કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here