ગર્ભાધાન કરવા માગતા હોવ તો આ બધી વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખો

0
31

દરેક મહિલા લગ્ન પછી ગર્ભધારણ કરવાની આશા રાખે છે. આપણા સમાજમાં લગ્ન થયા પછી વડીલો પણ અપેક્ષા રાખે છે કે નવોઢા ગર્ભધારણ કરવાના સારા સમાચાર આપે. આવક, ઘર વગેરેના પ્લાનિંગમાં કદાચ ગર્ભધારણ મોડું કરવાનું આયોજન હોય! તો પણ મોડું મોડુંય ગર્ભધારણ તો કરવાનું રહે જ છે. ગર્ભધારણ કરી બાળકને જન્મ આપવાની પ્રોસેસ ખૂબ મહત્ત્વની હોય છે. આમ એ સામાન્ય ઘટના છે. પરંતુ આજના તણાવભર્યા જીવનમાં ખોરાક, ઊંઘ માટેની જાતજાતની કુટેવો તથા વ્યસનો મહિલાનું ગર્ભધારણ આનંદમય બનાવવાને બદલે કષ્યમય અને ખરાબ પરિણામ લાવનારૃં બનાવી દે છે.

આમ પણ આજની વ્યસ્ત જીવનશૈલી, અનિયમિત અને સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓને કારણે શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, મહિલાઓએ પોતાના આરોગ્યનું ખાસ ધયાન રાખવું પડશે. સૌથી વધુ ધ્યાનમાં રાખવા જેવા પાંચ મુદ્દા અહીં સૂચવવામાં આવી રહ્યા છે. તમારા આરોગ્ય માટે અને સુખદ ગર્ભાધાન તથા સ્વસ્થ બાળકના પ્રસવ માટે એ જરૂરી છે.

યોગ્ય અને પૌષ્ટિક વસ્તુઓ ખાવી જોઈએ

શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આહાર આપણા શરીરને ઉર્જા પુરી પાડે છે. એ માટે શરીરની ધમનીઓ અને પાચનતંત્ર સુવાંગ ચાલે એ જરૂરી હોય છે. ધમનીઓ શરીર આખામાં ફરીને ઓક્સિજન તથા બળતણ સ્વરૂપ ગ્લુકોઝ પહોંચાડે છે. આ ધમનીઓનું આરોગ્ય સારૃં રાખવા માટે એવી વસ્તુઓ ખાવી જોઈએ જેમાં પોટેશિયમની માત્રા વધારે હોય. જો શરીરમાં પોટેશિયાનું પ્રમાણ ઓછું થઈ જાય તો શરીરને તેની ખોટ વર્તાય છે. આ ઉણપને કારણે, ધમનીઓની પહોળાઈ ઘટવા લાગે છે. ધમનીઓ સાંકડી બનતાં તેમાંથી વહેતો લોહીનો પ્રવાહ અવરોધ પામે છે. એનું પ્રમાણ ઓછું થાય છે. ઘમનીઓમાં જો લોહી તદ્દન સરળ રીતે નથી તો હૃદયે લોહીને પૂરતી ઝડપે લોહીની નળીઓમાં ફેરવવા માટે વધારાનો ધક્કો મારવો પડે છે. તેથી ઘમનીઓમાં બ્લડપ્રેશર વધે છે. જે તમને કાંડાની નાડી કે હૃદય પર હાથ મૂકો તો વધી ગયેલા ધબકારા તરીકે વર્તાય છે. આવી સ્થિતિમાં, બ્લડ પ્રેશરમાં વધારો થાય તો હૃદય પર વધારાનો બોજ આવે છે અને હૃદયનો રોગ થઈ શકે છે. ગર્ભાધાન માટે આ સ્થિતિ જોખમી અને જીવલેણ બની શકે. હૃદય વધારાનુ જોર ન કરે તો લોહીની નળીઓ (ઘમનીઓ)માં લોહી ઓછું વહેશે. શરીરના દરેક ભાગમાં ઓછું લોહી પહોંચશે. દરેક ભાગને ઓછી શક્તિ મળશે. બ્લડ પ્રેશરમાં ઘટાડો થવાને કારણે બ્રેઇન સ્ટ્રોક, હાર્ટ એટેક, કિડનીની નિષ્ફ્ળતાની સંભાવનાઓ વધુ હોય છે. શરીરમાં પોટેશિયમનું પ્રમાણ જાળવી રાખવા માટે બટાટા, દહીં, બીટરૂટ, કઠોળ, કેળા, પપૈયા, તરબૂચ, કેરી વગેરે જેવા પોટેશિયમ સમૃદ્ધ આહારનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ આ બાબત ગર્ભધારણ કરવા માગતી મહિલાઓ માટે તો ખૂબ જ મહત્ત્વનું છે.

પુષ્કળ ફઇબર ખાવા જોઈએ

આપણે આગળ જોયું તેમ શરીરની સ્વસ્થતા માટે પાચન સરસ સુવાંગ ચાલતું રહે એ પણ અનિવાર્ય છે. પાચનને સરસ ચાલતું રાખવા માટે તમારા રોજેરોજના ખોરાકમાં એવી વસ્તુઓ સામેલ કરો જેમાં પુષ્કળ પ્રમાણમાં રેસા હોય. દા.ત., શાકભાજી, ઘઉં, બાજરી, જવ વગેરે…! આવા પદાર્થો ખાવાથી તમારા ખોરાકમાં ભરપૂર રેસા રહેશે. તેથી પેટની સમસ્યાઓથી રાહત મળે છે. તમારા આંતરડામાં તમે ખાધેલો અને જઠરમાં વલોવાઈને રબડી બનેલો ખોરાક ધીમે ધીમે આગળ વધતો જાય છ. એને આગળ ધકેલવા માટે આંતરડા આગળની દીશામાં ચાલતા રહે એવા વલયના ધક્કા મારે છે. એના આંચકા સાથેના ધક્કાથી ખોરાક સતત આગળ વધતો રહેવો જોઈએ. જો ખોરાકમાં રેસા હોય તો આંતરડામાં ખોરાક સરળતાથી આગળ વધે છે. ક્રીમ, મેંદો, ગળપણ વગેરે ખાવાથી જઠરમાં જે રબડી બને તે ચીકાશવાળી બને છે. એ સરળતાથી આગળ વધવાને બદલે આંતરડાના અંદરના રેસાઓમાં ચોંટતું રહે છે. તેથી આંતરડાની પોષણ ચૂસવાની શક્તિ ઓછી થતી જાય છે. ખોરાક સરળતાથી આગળ ન વધે તો એક જ જગ્યાએ વધારે સમય રહે છે. દરમિયાન એની ઉપર પાચક રસોની પ્રોસેસ થતી રહે છે. એટલે ધીમે ધીમે આંતરડામાં ટ્રાફિક જામમાં ફસાયેલો ખોરાક સડવા લાગે છે. તેથી પાચન તંત્ર ગરબડ થઈ જાય છે. પાચન બગડે તો એમાંથી શરીરને જે ઉર્જા શર્કરા મળવી જોઈએ એ મળતી નથી. તો શરીરના દરેક અંગમાં અશક્તિ આવતી જાય છે.

પાચન સરસ ચાલે તો શર્કરા મળતી રહે, ઉર્જા મળતી રહે અને લોહીની નળીઓ પણ સરસ કામ કરતી રહે છે. ગર્ભધારણ માટે આ સ્થિતિ ખૂબ જ જરૂરી હોય છે. રેસા વધારવા માટે તમારા ભોજનમાં લીલા ફઇબર, ફ્ળો, અનાજ, કઠોળ વગેરે ઉમેરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here