તમારા તુટતા સંબંધને બચાવવો હોય તો જાણી લો આટલી વાતો

0
1

જયારે લોકો પ્રેમમાં હોય છે ત્યારે તેને દુનિયા ખુબજ ખુબસુરત લાગતી હોય છે, પરંતુ આજ સંબંધ જયારે તુટવાની સ્થિતિ ઉપર આવી જાય ત્યારે શું થાય છે એ તમે ક્યારેય વિચાર્યું છે શું. બધા સંબંધની શરૂઆત અલગ અલગ રીતે થતી હોય છે. બધાના મળવાનું કારણ અલગ હોય છે. કોઈ ને પહેલી નજરનો પ્રેમ થતો હોય છે તો ઘણા લોકોને ધીરે ધીરે એકબીજાનો સાથ પસંદ આવતો હોય છે. પરંતુ ઘણા લોકો સંબંધમાં એક બીજા સાથે લાંબો સમય રહ્યા પછી પણ અલગ થઈ જતા હોય છે. બધા સંબંધમાં ઘણી પ્રકારની સમસ્યા હોય છે, પરંતુ જો તમે ઘણી સમસ્યાની વચ્ચે પણ તમારા સંબંધને જાળવી રાખવા માંગતા હોય તો જાણી લો સંબંધ જોડી રાખવાના અને તૂટવાના અમુક કારણો.

જેટલું બની શકે એટલું તમારા પાર્ટનરની તારીફ કરો .

ઘણી વખત આપડે ભૂલી જતા હોય કે આપણા જીવનમાં પણ કોઈ છે, અને આપણે કામમાં એટલા વ્યસ્ત થય જતા હોઈએ કે આપણા કામ અને વ્યક્તિ વચ્ચે આપણે આપણા જ પાર્ટનરને સમય આપવાનું ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ જો તમે તમારા પાર્ટનરને પ્રેમ કરતા હોય અને તેનાથી દુર થવા ન માંગતા હોય તો, તેને ફિલ કરાવો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. અને તે તમારા માટે કેટલા ખાસ છે. અને તેના સારા કામની તારીફ કરવાનું ક્યારેય ન ભૂલો.

ભાવનાત્મક સંબંધ બનાવી રાખો.

બધા સંબંધમાં દોસ્તી મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણા સંબંધો તેની તેમની એકબીજાની વચ્ચેની મિત્રતાને કારણે જ ટકેલા હોય છે. તમારો પણ સંબંધ જો શરૂઆતમાં મજબુત હોય અને ધીરે ધીરે તે તૂટવાની સ્થિતિ ઉપર આવી ગયો હોય તો બંને એક બીજાની ભાવના અને વિચારો સમજવાના પ્રયત્નો કરો. બને વચ્ચે બનેલું અંતર બને એટલું ટાળો. કારણ કે એકબીજા પ્રત્યેની સમજ અને વિશ્વાસ જ સંબંધને ટકાવી રાખે છે. માટે ધીરે ધીરે તમારા સંબંધ ભાવનાત્મક બનાવવાના પ્રયત્નો કરો અને તેમાં પ્રેમ ઉમેરો.

પોતાના સંબંધની પહેચાન ક્યારેક ન ગુમાવો.

જયારે સંબંધની પહેચાન જ ગુમાવી બેશો તો એ સંબંધને તમે લાંબો સમય સુધી ટકાવી નથી શકતા. અને સંબંધ ફીકો લાગે છે. ત્યારે એકબીજાને સમજવું એ બધા સંબંધનું મહત્વપૂર્ણ પાસું છે. સંબંધમાં બંને એ સમાન સંતુલન બનાવી રાખવું જોઈએ. તમે તમારા સાથીના લક્ષ્‍યો અને વિચારોને સમર્થન નહી આપો તો તે તમારાથી દુરી મહેસુસ કરશે. માટે સંબંધમાં એકબીજાની પ્રાથમિકતા, વિચારો, અને કામને પહેચાનો અને સ્વીકારો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here