Saturday, August 13, 2022
Homeતમારે આખું વર્ષ આરોગ્ય જાળવી રાખવું હોય તો.! પાંચ બાબતો ખાસ ધ્યાનમાં...
Array

તમારે આખું વર્ષ આરોગ્ય જાળવી રાખવું હોય તો.! પાંચ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર.

- Advertisement -

નિરોગી અને નિરાંતવા રહેવું હોય તો જે પાંચ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે એમાં સૌથી પહેલી વાત છે, સ્ટ્રેસ એટલે કે તાણમાંથી મુક્તિ મેળવવાની. આજના સમયમાં બહેનોને વારંવાર એક નહીં તો બીજી માંદગીમાં ખેંચી જનાર આ સ્ટ્રેસ જ હોય છે. બધા કહે છે કે સ્ટ્રેસ છોડી દો. એનાથી મુક્ત થઈ જાવ! પરંતુ બહેનોને મનમાં સવાલ થતો હશે કે સ્ટ્રેસથી એમ મુક્ત થવાતું હોત તો ક્યારનાય એને છોડીને નિરાંતે જીવતા થઈ ગયા હોત!

સ્ટ્રેસ છોડવો અનિવાર્ય, પણ છોડવો શી રીતે?

સ્ટ્રેસ છોડવો જરૂરી નહીં અનિવાર્ય છે. જો સ્ટ્રેસ ચાલુ રહે તો સમય જતાં તમને વાંઝિયાપણાથી માંડીને હૃદયના રોગ સુધીની અનેક તકલીફ થઈ શકે છે.

વાત સાવ સાચી છે. સ્ટે્રસ છોડવાની વાત સરળ છે, સલાહ આપવી સરળ છે, પરંતુ ખરેખર સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવવી એટલું સરળ કામ નથી. એ માટે સૌથી પહેલાં તો સમજવું પડશે કે સ્ટ્રેસ થાય છે શાના કારણે.

સ્ટ્રેસ બે કારણે થાય છે. એક તો તમારો સ્વભાવ જો આગ્રહી હોય તો સ્ટ્રેસ અચૂક થાય. આગ્રહી એટલે કે દરેક વાતે તમારો આગ્રહ હોય કે આમ જ થવું જોઈએ. દીકરો મારી સાથે આવી રીતે વાત કેમ ન કરે. બહેન મને માન કેમ ન આપે? મારી મમ્મી મારી દરેક વાતે ના કેમ પાડી શકે? મારા પતિ મારી કોઈ પણ વાત વિશે કંઈ પણ કેમ નથી બોલતા? મારી સામેવાળાં બહેન નજર મળે ત્યારે સ્માઈલ કેમ નથી કરતાં? નાની-મોટી હજારો વાતે તમને વાંધો પડતો રહે. વાંધો પડવાનું કારણ ખૂબ સામાન્ય છે. તમારી અપેક્ષા. સામેવાળી વ્યક્તિ તમારી સાથે કેવું વર્તન કરશે, કેવી વાત કરશે, કેટલું મહત્ત્વ આપશે એની તમારા મનમાં તમે જાતે જ એક ધારણા બાંધી લીધી છે. એ ધારણાના કારણે તમારા મનમાં એક અપેક્ષા નોંધાઈ હોય કે ફલાણા ભાઈ(કે બહેન) મારી સાથે આવી રીતે વર્તશે. મઝાની વાત એ છે કે એમને તો ખબર પણ નથી કે તમારા મનમાં તમે શું ધારણા બાંધી છે. એટલે એ પોતાની રીતે પોતાના મૂડ, સ્વભાવ, આરોગ્ય મુજબ તમારી સામે વર્તન કરે છે. એ વર્તન તમારી અપેક્ષા મુજબનું ન હોય તો તમને સ્ટ્રેસ થાય.

એક નાનકડો કીમિયો કરી જુઓ

સાચી વાત એ છે કે તમે બીજા કોઈએ શી રીતે વર્તન કરવું એ નક્કી કરવાને બદલે તમારે જાતે કોની સાથે કેવું વર્તન કરવું એ નક્કી કરી જુઓ. પછી નોંધ રાખો કે દરેક વખતે તમે જાતે નક્કી કરેલા નિયમ મુજબ વર્તન કરો છો? તમને સમજાશે કે તમે પોતે જ તમારી પોતાની ધારણા મુજબ વર્તન નથી કરી શકતા. તો પછી બીજી કોઈ વ્યક્તિ શી રીતે એવું વર્તન કરી શકે.

સાચી પદ્ધતિ એ છે કે તમને જે તે સંજોગોમાં તમને જે બેસ્ટ લાગે એવું બોલો, વર્તન કરો. સામેવાળી વ્યક્તિ પણ એને બેસ્ટ લાગે એ રીતે વર્તન કરે. જે કંઈ થાય એને સહજતાથી સ્વીકારો. જે થઈ રહ્યું છે એ તમારા માટે સારું જ છે એની ખાતરી રાખો. માનો કે કોઈ ઘટના તમને જરાય ન ગમે એવી હોય તો પણ આખરે તમારા હિતમાં જ હોઈ શકે.

બધાને એના દૃષ્ટિકોણ પ્રમાણે વાત કરવાનો વર્તન કરવાનો અધિકાર છે એ ખુલ્લા મનથી સ્વીકારી લો તો સ્ટ્રેસ નહીં થાય. બીજું: એક નક્કર સત્ય છે. મારા દરેક પ્રયાસ અને દરેક કર્મનું ફળ મળ્યા વગર નથી રહેતું. હા, એક વાત નક્કી છે કે તમારા ધારેલા સમયે અને તમારા ધારેલા સ્વરૂપે ફળ નથી મળતું. એટલે તમને સ્ટ્રેસ થયા કરે છે. પસ્તાવો થાય છે, કેટલી મહેનત કરી તોય પરિણામ આવું આવ્યું?!? યાદ રાખો, સમય આવ્યા પહેલાં અને તમારી લાયકાત કરતાં વધારે સર્જનહાર કોઈનેય કશું આપતો નથી. એટલે ખાતરી રાખો કે તમારો સમય આવશે અને તમે એને લાયક બનશો તો આપોઆપ તમને જે તે વસ્તુ મળી જ જશે.

ખુલ્લા મનથી સ્વીકાર કરવો પણ જરૂરી

ખરા મનથી આ વાત સ્વીકારશો કે તરત તમારો બધો સ્ટ્રેસ અદૃશ્ય થઈ જશે. તમારું આર્થિક ભવિષ્ય, ભવિષ્યનાં સપનાં, પતિની નોકરી, બાળકોનો અભ્યાસ, એમનાં લગ્ન…..! યાદી ખૂબ લાંબી થઈ શકે. એ બધું જ સમય આવ્યે આપોઆપ થવા લાગશે અને થઈ જશે. તમારે તમને સૂઝે એવા પ્રયાસ જરૂર કરવા, પરંતુ પછી તમારી ધારણા પ્રમાણે બધું બને એની અપેક્ષા ન રાખવી. અપેક્ષાથી મુક્ત થતાં જ સ્ટ્રેસ નથી રહેતો. નિરાંત આવી જાય છે અને નિરાંત આવે તો આરોગ્ય એની સાથે સિક્કાની બીજી બાજુની જેમ આપોઆપ આવી જ જાય છે.

ડાયટિંગ કરતાં પહેલાં બરાબર સમજી લો

હવે સ્વસ્થ અને મસ્ત રહેવા માટે બીજી જે વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે એ છે ડાયટિંગ! ડાયટિંગનો અર્થ ખોરાક ઓછો કરવો એવો બિલકુલ નથી. ખોરાકમાં કડક નિયંત્રણ લાદવાં એવો પણ બિલકુલ નથી. કેટલીક વસ્તુ ખાવાની છોડી દેવી એવું તો જરાય નથી. ડાયટિંગના આ બધા ખોટા અર્થ પ્રચલિત થવાના કારણે જ આજે તમારી આસપાસ લગભગ બધી જ બહેનો તકલીફમાં છે. આરોગ્ય જાળવી શકતી નથી.

ડાયટિંગ શબ્દ ડાયટ અને ઈટિંગ એ બંને શબ્દ જોડીને બને છે. ડાયટ શબ્દનો અર્થ થાય છે, તમારો રોજેરોજનો ખોરાક. તમારા રોજના ખોરાકમાં તમે જે જે વસ્તુઓ ખાતા હોવ તેની યાદી. એ યાદી તપાસીને એમાં પચવામાં સરળ એવાં પ્રોટીન, ફાયદાકારક ચરબી, જરૂરી કાર્બોહાઈડ્રેટ્સ(શર્કરા) અને ફાઈબર એટલે કે રેષાનું પ્રમાણ સતત એકસરખું જળવાય એવું આયોજન કરો. એની સાથે તમારો મનપસંદ ખોરાક પણ પ્રમાણસર રાખો. ચોકલેટ કેક અથવા પેસ્ટ્રી ગમતી હોય તો એ બંધ કરવાની નથી. એનું પ્રમાણ વધી ન જાય એ રીતે રોજનો ખોરાક નક્કી કરવાનો છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular