Friday, April 26, 2024
Homeકલાકો સુધી ટીવી જુઓ છો તો ચેતી જજો, યાદશક્તિ અને વિચારવાની શક્તિ...
Array

કલાકો સુધી ટીવી જુઓ છો તો ચેતી જજો, યાદશક્તિ અને વિચારવાની શક્તિ ઓછી થવા લાગે છે

- Advertisement -

જો તમને કલાકો સુધી ટીવી જોવાની આદત છે તો હવે તમારી આ આદત બદલવાની જરૂર છે. તેની અસર તમારાં મગજનાં સ્વાસ્થ્ય પર થઈ શકે છે. તેનાથી મગજ સંકોચાવા લાગે છે. યાદશક્તિ અને વિચારવાની શક્તિ ઓછી થવા લાગે છે. રિસર્ચર્સનું કહેવું છે કે સતત બેસી રહેવાથી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે તેને લીધે મગજ પર અસર થાય છે.

આ દાવો બર્મિંઘમની અલ્બામા યુનિવર્સિટી અને ન્યૂ યોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રિસર્ચમાં કર્યો છે. આ રિસર્ચમાં 50થી 70 વર્ષની ઉંમરના લોકોને સામેલ કર્યા. તેમની ટીવી જોવાની આદતને લીધે મગજ પર શું અસર થઈ તેનું અવલોકન કરવામાં આવ્યું.

સમજવા-વિચારવાની શક્તિ 6.9% ઘટી

45થી 64 વર્ષની ઉંમરના લોકો જો ટીવી જોવાની આદત પર કન્ટ્રોલ કરે છે તો ભવિષ્યમાં તેમનું મગજ સ્વસ્થ રહે છે. રિસર્ચરનું કહેવું છે કે રિસર્ચમાં સામેલ 10,700 લોકોનું બ્રેન સ્કેનિંગ કરવામાં આવ્યું. આ ટીવી ક્યારે અને કેટલી વખત જોવામાં આવ્યું તે સંબંધિત સવાલ જવાબ કરવામાં આવ્યા. તેમની યાદશક્તિ, ભાષા અને બ્રેન સ્પીડ ટેસ્ટ કરવામાં આવ્યાં. રિસર્ચમાં સામે આવ્યું કે 70વર્ષની ઉંમરમાં લાંબા સમય સુધી ટીવી જોનારા લોકોની સમજવા વિચારવાની ક્ષમતા 6.9% સુધી ઘટી ગઈ.

રિસર્ચમાં સામેલ લોકોનું કહેવું છે કે, ફિઝિકલ એક્ટિવિટી અને એક્સર્સાઈઝ કરવા પર પણ તેમની ટીવી જોવાની આદતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહિ. રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે, જે લોકો વધારે ટીવી જુએ છે તેમના મગજમાં રહેલા ગ્રે મેટરમાં ઊણપ જોવા મળી જ્યારે ઓછું ટીવી જોતાં લોકોમાં આવું કંઈ જોવા મળ્યું નહિ.

શું હોય છે ગ્રે મેટર?

મગજમાં રહેલા ગ્રે મેટર માણસના મસલ્સ કન્ટ્રોલ કરવા, સાંભળવા, જોવાની, યાદશક્તિ અને મસ્તિષ્કથી જોડાયેલા કામમાં મદદ કરે છે. ગ્રે મેટર એક પ્રકારનો બ્લેક ટિશ્યુ છે. તે બ્રેન અને સ્પાઈનલ કોર્ડમાં જોવા મળે છે. રિસર્ચર્સનું કહેવું છે કે, જે વ્યક્તિમાં ગ્રે મેટર વધારે હોય છે તેમની સમજવા-વિચારવાની શક્તિ અન્ય કરતાં વધારે સારી હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular