તમારી સેક્સ લાઈફ ખરાબ છે, તો આ ટેકનિક અપનાવી જુઓ

0
133

આજનાં દોડધામથી ભરેલા જીવનમાં લોકોને પોતાના માટે પણ જરા સમય નથી. અવારનવાર કરવામાં આવતા સર્વેમાં એક વાત સામે આવતી રહી છે કે નવી પેઢીનાં લોકો દરેક પ્રકારની સુવિધા અને પહોંચ છતાં ઓછુ સેક્સ કરી રહ્યા છે. સ્ટ્રેસ અને થાક બે મહત્વનાં કારણ છે સેક્સ નિરસ બનાવવા માટે. તેવામાં બોરિંગ સેક્સ લાઇફમાં લુપ્ત થયેલા પેશન, જોશ, પ્રેમ અને મદહોશી પરત લાવવા માટે તમે ટ્રેડિશનલ ચાઇનીઝ થેરાપી એક્યુપંક્ચરનો ઉપયોગ કરી શકો છો.

એક્યુપંક્ચર, શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પ્રમોટ કરવામાં મદદ કરે છે. તેવામાં જ્યારે શરીરના અન્ય હિસ્સાઓની જેમ સેક્શુઅલ ઓર્ગન્સ સુધી પણ લોહીનો પ્રવાહ સારો હશે તો તમારી સેક્સુઅલ ડ્રાઇવ વધશે. પરિણામે તમે વધુ સારુ ઓર્ગેઝમ અનુભવશો. જ્યારે શરીરની એનર્જી એટલે કે ચી બ્લોક થઇ જાય છે તો બ્લડનુ હેલ્ધી સર્ક્યુલેશન નથી થઇ શકતું. એક્યુપંક્ચર દ્વારા સેન્શુઅલ સાઇડ પરત મેળવવામાં મદદ મળે છે.

સારી ઉંઘ આવશે

આપણી શરીર અને મગજ કેવી રીતે કામ કરે છે તેમાં આપણી ઉંઘની મુખ્ય ભુમિકા છે. જો તમારુ શરીર થાકેલુ હશે તો તમારુ સેક્સની ઇચ્છા ઓછી થઇ જશે. પ્રાચીન ચાઇનીઝ થેરાપી એક્યુપંક્ચર દ્વારા બૉડી રિલેક્સ થઇ જાય છે અને તમે શાંતિ તથા સ્થિરતા અનુભવો છો. તેના દ્વારા ઉંઘની ગુણવત્તા સુધરે છે. જ્યારે તમે રિલેક્સ હશો તો બેડ પર પણ વધુ એક્ટિવ રહેશો.

કામેચ્છાની સમસ્યા દૂર થશે

આ ચાઇનીઝ રેમેડી અનુસાર આપણી શરીરની એનર્જી જેને ચીની ભાષામાં ચી કહેવામાં આવે છે તેનો શરીરમાં પ્રવાહ થાય છે અને જ્યારે આ ચીના પ્રવાહમાં અડચણ ઉભી થાય છે તો શરીરમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પેદા થાય છે. એક્યુપંક્ચર દ્વારા માથાનો દુખાવો અને ઉલ્ટી જેવી સમસ્યાઓ દૂર કરી શકાય છે. સાથે જ સેક્સ લાઇફની મુશ્કેલીઓ જેવી કે કામેચ્છાની ઉણપ અને ઓછા લિબિડોને દૂર કરી શકાય છે.

સ્ટ્રેસ દૂર કરવાની એક સારી રીત છે એક્યુપંક્ચર. પાર્ટનર સાથે ઇન્ટીમસી એન્જોય કરવા માટે તે ખૂબ જ જરૂરી છે કે તમે સંપૂર્ણ રીતે રિલેક્સ હોવ. સેક્સ ડ્રાઇવમાં ઉણપનું એક મોટુ કારણ સ્ટ્રેસ છે. એક્યુપંક્ચર શરીરમાં દરરોજ જમા થઇ રહેલા અને ઝડપથી વધતા સ્ટ્રેસને દૂર કરે છે જેથી તમારી સેક્સ ડ્રાઇવ, ડિઝાયર અને લિબિડોમાં વધારો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here