આઈપીએલ : યુસુફ પઠાણ ના વેચાયા તો ભાઈ ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર કહી આ મોટી વાત

0
25

ઇન્ડીયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલ ૨૦૨૦ માટે હરાજી ગુરુવારે પૂરી થઈ ગઈ છે. ત્યાર બાદ ૨૦૨૦ સત્ર માટે ટીમ સ્પસ્ટ થઈ ગઈ છે. હરાજીમાં બધી ટીમોએ પોતાની જરૂરત અનુસાર બોલી લગાવી અને પ્લેયર્સને પોતાની સાથે જોડ્યા હતા. એવામાં આ હરાજીમાં યુસુફ પઠાણને કોઈ પણ ખરીદનાર મળ્યા નહોતા. ત્યાર બાદ તેમના નાના ભાઈ ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર પોતાના ભાઈને ખુબ જ ઈમોશનલ સંદેશ આપ્યો હતો.

વાસ્તવમાં, આઈપીએલ ૨૦૨૦ હરાજીમાં યુસુફ પઠાણ અનસોલ્ડ રહ્યા હતા. તેના પર નાના ભાઈ ઈરફાન પઠાણે તેમને સાંત્વના આપતા ટ્વીટર હેન્ડલ પર લખ્યું હતું કે, ‘એક નાની નિષ્ફળતા તમારી કારકિર્દીને નિર્ધારિત કરી શકતી નથી, તમે શાનદાર ખેલાડી છો. તમે સાચા મેચ વિનેર ખેલાડી છો. લવ યુ લારા.

તમને જણાવી દઈએ કે, છેલ્લા સીઝનમાં યુસુફ પઠાણ હૈદરાબાદની ટીમના ભાગ હતા. જ્યાં તેમનું બેટ ખાસ કમાલ દેખાડી શક્યું નહોતું. ત્યાર બાદ તેમને ટીમથી રીલીઝ કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં આઈપીએલની હરાજીમાં પહેલા પણ યુસુફ પઠાણનું ઘરેલું મેચમાં પણ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. તમને જણાવી દઈએ કે, યુસુફ પઠાણ ટીમ ઇન્ડિયાની ટીમથી ઘણા સમયથી બહાર ચાલી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here