કોરોના કાળમાં લોકોની મદદ માટે IFFCO લગાવી રહ્યું છે ઓક્સિજન પ્લાન્ટ

0
4

ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી સહકારી સમિતિ ઈફ્કોએ કોરોના સંકટ વચ્ચે દેશમાં ઓક્સિજનની જે તંગી વર્તાઈ રહી છે તેને અનુલક્ષીને એક ખૂબ સુંદર પહેલ કરી છે. ઈફ્કો ગુજરાતના કલોક ખાતે આવેલા પોતાના કારખાનામાં 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ લગાવી રહ્યું છે.

ઈફ્કો આ ઓક્સિજન હોસ્પિટલોને ફ્રીમાં પૂરો પાડશે. આ કારખાનામાં તૈયાર થનારા એક ઓક્સિજન સિલિન્ડરમાં 46.7 લિટર ઓક્સિજન હશે. માંગને અનુલક્ષીને આ કારખાનુ દરરોજ 700 મોટા ડી ટાઈપના અને 300 મીડિયમ બી ટાઈપના સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડનો ઓક્સિજન પૂરો પાડશે. આ ઓક્સિજન હોસ્પિટલનો ફ્રીમાં પૂરો પાડવામાં આવશે અને એટલું જ નહીં, મહામારીમાં દેશની મદદ કરવા ઈફ્કો આવા વધુ 3 પ્લાન્ટ પણ સ્થાપિત કરશે.

આ માટે હોસ્પિટલોએ ખાલી સિલિન્ડર મોકલવાના રહેશે. જો કોઈ હોસ્પિટલ પોતાના સિલિન્ડર નહીં મોકલે તો આ માટે તેણે સિક્યોરિટીની રકમ જમા કરાવવી પડશે. હોસ્પિટલો સિલિન્ડરનો ભરાવો ન કરે તે માટે આ વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે. ઈફ્કોના એમડી અને સીઈઓ ડૉ. યુએસ અવસ્થીએ પોતે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here