IGNOU : જુલાઈ સેશન માટે ઓનલાઈન એડમિશન પ્રોસેસ શરૂ

0
0

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ જુલાઈ સેશન માટે ઓનલાઈન એડમિશન પ્રોસેસ શરૂ કરી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો IGNOUના વિવિધ પ્રોગ્રામમાં એડમિશન લેવા માગે છે, તેઓ યુનિવર્સિટી વેબસાઈટ પર ignouadmission.samarth.edu.in દ્વારા અપ્લાય કરી શકે છે. જુલાઈ સેશન માટે અરજીની છેલ્લી તારીખ 15 જુલાઈ નક્કી કરવામાં આવી છે.

આ લોકોને ફીમાં છૂટ મળશે
IGNOUની તરફથી જાહેર નોટિફિકેશનના અનુસાર, જુલાઈ સેશન માટે SC/ST વિદ્યાર્થીઓને માત્ર એક પ્રોગ્રામ માટે ફીમાં છૂટ આપવામાં આવી શકે છે. તેમજ જો કોઈ વિદ્યાર્થી એકથી વધારે પ્રોગ્રામ માટે ફી માફીની માગ કરે છે તો તેની અરજી નામંજૂર થઈ શકે છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • સ્કેન કરવામાં આવેલી તસવીર(100KB કરતા ઓછી)
  • સ્કેન કરવામાં આવેલી સિગ્નેચર (100KB કરતા ઓછી)
  • ઉંમરના પ્રમાણની સ્કેન કરવામાં આવેલી કોપી (200KB કરતા ઓછી)
  • એજ્યુકેશન ક્વોલિફિકેશનની સ્કેન કરવામાં આવેલી કોપી (200KB કરતા ઓછી)
  • અનુભવ પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (જો હોઈ તો) (200KB કરતા ઓછી)
  • કેટેગરી પ્રમાણ, જેમ કે, SC/ST/OBC (200KB કરતા ઓછી)ની સ્કેન કોપી
  • BPL પ્રમાણ પત્રની સ્કેન કોપી

આ રીતે અરજી કરો

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ www.ignou.ac.in પર જવું.
  • હોમપેજ પર ઉપલબ્ધ ‘અલર્ટ’ સેક્શનમાં જવું.
  • હવે જુલાઈ 2021 સેશન માટે ઓનલાઈન પ્રવેશ પોર્ટલ લિંક પર ક્લિક કરો.
  • હવે નવા રજિસ્ટ્રેશન ટેબ પર ક્લિક કરો.
  • માગવામાં આવેલી તમામ જાણકારી એન્ટર કરો.
  • હવે તમારા ક્રેન્ડેશિયલ્સનો ઉપયોગ કરીને લોગિન કરીને એપ્લિકેશન ફોર્મ ભરો.
  • ત્યારબાદ એડમિશન માટે રજિસ્ટ્રેશનની ફી ભરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here