Tuesday, September 21, 2021
HomeIGST છૂટ લિમિટ નિકાસકારો માટે 31 માર્ચ, 2020 સુધી લંબાવાઇ
Array

IGST છૂટ લિમિટ નિકાસકારો માટે 31 માર્ચ, 2020 સુધી લંબાવાઇ

બિઝનેસ ડેસ્ક. એક્સપોર્ટ પ્રમોશન સ્કીમ હેઠળ નિકાસકારોએ ઈન્ટીગ્રેટેડ જીએસટી અને કમ્પેન્સેશન સેસમાં છૂટ 2020 સુધી વધારી દીધી છે. નિકાસ કરનારી કંપનીઓ સ્થાનિક માર્કેટમાંથી કાચો માલ ખરીદવા તથા આયાત કરવા પર છૂટ મળે છે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ, એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ, અને એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આ છૂટ મળે છે.

 

એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ સ્કીમ અંતર્ગત સ્થાનિક માર્કેટમાંથી સામાન ખરીદવા પર ટેક્સમાં છૂટ મળે છે. એક્સપોર્ટ પ્રમોશન કેપિટલ ગુડ્સ સ્કીમ હેઠળ નિકાસકારો ડ્યુટી ચૂકવ્યા વિના મશીનરીની આયાત કરી શકે છે. જેનો ઉપયોગ નિકાસ સાથે જોડાયેલી ટેક્નોલોજીને અપગ્રેડ કરવામાં થાય છે. જે અંતર્ગત સામાન બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઈનપુટ પર આયાત ડ્યુટી ચૂકવવી પડતી નથી.

ગતવર્ષે સપ્ટેમ્બરમાં છૂટની સમય મર્યાદા માર્ચ 2019માં થઈ હતી. વિદેશ વેપાર નીતિ હેઠળ જીએસટી અને કમ્પેન્સેશન સેસમાંથી આપવામાં આવેલી છૂટ 31 માર્ચ, 2020 સુધી વધારવામાં આવી છે.

 

જીએસટી વ્યવસ્થામાં પહેલા ટેક્સ ચૂકવવા અને બાદમાં રિફંડ લેવાની જોગવાઈ છે. પરંતુ તેમાં ઘણો સમય લાગે છે. નિકાસકારોના રિફંડ અટકતા નાણાકીય કટોકટી સર્જાઈ હતી. આશરે રૂ. 60 હજાર કરોડથી વધુનુ રિફંડ ન મળ્યુ હોવાનો દાવો નિકાસકારોના સંગઠને કર્યો હતો. જેના ભાગરૂપે સરકારે વચગાળાની રાહત આપતા ટેક્સ ન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી.

માર્ચમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડથી વધી શકે છે. નાણાં મંત્રાલયના સુત્રો અનુસાર વર્ષના ચોથા માસમાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડથી વધુ રહી શકે છે. અગાઉ એપ્રિલ, 2018, ઓક્ટોબર, 2018 અને જાન્યુઆરી, 2019માં જીએસટી કલેક્શન 1લાખ કરોડથી વધુ રહ્યુ હતું. જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રૂ. 1.02 લાખ કરોડ રહ્યુ હતું. પરંતુ ફેબ્રુઆરીમાં ઘટી રૂ. 97,247 કરોડ પર પહોંચ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments