IIT બોમ્બેએ જાહેર કરી ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટની ફાઈનલ આન્સર કી

0
4

IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી), બોમ્બેએ GATE (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ), 2021ની ફાઈનલ આન્સર કરી જાહેર કરી છે. IIT બોમ્બેની ઓફિશિયલ વેબસાઈટ gate.iitb.ac.in પર ફાઈનલ આન્સર કી જોઈ શકાશે.

આ વર્ષે 27 પેપર માટે પરીક્ષાનું આયોજન થયું હતું. તેમાં 2 નવા પેપર પર્યાવરણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ તેમજ માનવિકી અને સામાજિક વિજ્ઞાન ઉમેરાયા હતા. GATE 2021 સ્કોરકાર્ડ 3 વર્ષ માટે વેલિડ ગણાશે. આ વર્ષે પરીક્ષા 6 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી 9 લાખથી વધારે ઉમેદવારો માટે આયોજિત કરવામાં આવી હતી.

આ રીતે ચેક કરો આન્સર કી

સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ gate.iitb.ac.in પર જાઓ.

અહીં ‘final answer key’ની લિંક પર ક્લિક કરો.

હવે પોતાના ક્રેડેન્શિયલની મદદથી લોગ ઈન કરો.

ફાઈનલ આન્સર કી હવે તમારી સ્ક્રીન પર ઓપન થશે.

તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here