Wednesday, December 8, 2021
HomeILFS સંકટ: મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કંપનીના કાર્યાલયો પર પાડ્યા દરોડા
Array

ILFS સંકટ: મની લોન્ડ્રિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કંપનીના કાર્યાલયો પર પાડ્યા દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લીજિંગ ફાઈનાન્સિયલ સર્વિસિઝ (IL & FS)ના પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. કંપનીના પૂર્વ ચેરમેન રવિ પાર્થસારધી પ્રિવેન્શન ઑફ મની લોન્ડિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ IL & FSના અમૂક કાર્યાલયો પર દરોડા પાડ્યા છે.

મુંબઈથી લઇને દિલ્હી એનસીઆર સુધીના કાર્યાલયો પર ઈડીએ પાડ્યા દરોડા

કંપનીની આ ઑફિસ બીકેસી, મુંબઈની છે. સાથે જ કંપનીના કેટલાંક પૂર્વ અધિકારીઓના પરીસર પર પણ ઈડીએ દરોડા પાડ્યા છે. અમૂક મીડિયા રીપોર્ટ મુજબ, મુંબઈ પરિસરના મોટાભાગની કંપનીના દિલ્હી એનસીઆર પરિસર પર પણ ઈડીએ દરોડા પાડ્યા છે.

સપ્ટેમ્બર 2018માં જ કંપની દ્વારા ડિફૉલ્ટના આવ્યા હતા સમાચારો

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સ ડિરેક્ટોરેટે આ કેસ SFIO દ્વારા આ મામલે રીપોર્ટ જમા કરાવ્યા બાદ કર્યો છે. આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અમૂક જગ્યાએ આવક વિશે અમૂક પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી છે, સાથે જ ખોટી લેવડ-દેવડ, વ્યક્તિગત રૂચિ અને કર્મચારીઓના વ્યક્તિગત ગેરંટી પર લોન આપવામાં આવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ કોર્પોરેટ પેપર્સના ડિફોલ્ટ બાદથી જ IL & FSની સતત સમાચાર આવી રહ્યાં છે. કંપનીના આ સંકટ બાદ નાણાંકીય માર્કેટમાં તરલતાની પણ ઉણપ જોવા મળી હતી. કંપની પર 92,000 કરોડ રૂપિયાના ડિફોલ્ટ થયાનો આરોપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments