ગેરકાયદે ખોદકામ : ખનીજ ચોરોને ખબર ન પડે એટલે ડમ્પરમાં બેસી રેડ પાડી

0
0

બનાસકાંઠામાં બનાસનદીમાંથી કરોડોની ચોરીની ફરિયાદો અવારનવાર આવતી હોય છે ત્યારે ભૂસ્તર વિભાગમાં ફરિયાદ મળ્યાના ગણતરીની કલાકોમાં કામગીરી હાથ ધરીને કાર્યવાહી કરે છે ત્યારે ગતરોજ ભૂસ્તર અધિકારીને મળેલી ફરિયાદના આધારે કસલપુરથી ખનીજ ચોરી ઝડપી પાડી છે. રેડ પાડવા માટે ભૂસ્તર વિભાગની ટીમ ડમ્પરમાં બેસીને ગઇ હતી અને કાંકરેજના કસલપુરામાંથી એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પર સહિત અંદાજીત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસ નદી થતી ખનિજ ચોરી અટકાવવા જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અવારનવાર રેડ કરી આવા તત્વોને પકડી પાડી લાખો રૃપિયાની દંડની વસુલાત કરવામાં આવે છે. ગતરોજ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીને ફરિયાદ મળી હતી કે કસલપુરમાં ખનીજ ચોરી થઈ રહી છે. જે ફરિયાદના આધારે આજે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે ભૂસ્તર વિભાગની ટીમ ડમ્પરમાં બેસી કાંકરેજ તાલુકાના કસલપુર ખાતે ગયા હતા. બનાસ નદીના પટને અડીને આવેલી ગૌચર જમીન ઉપર કરવામાં આવતું રેતીનુ ખોદકામ પકડી પાડ્યું હતું. તપાસ કરતા સ્થળ પરથી એક હીટાચી મશીન સહિત ત્રણ ડમ્પર પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

ભૂસ્તર વિભાગે અંદાજે રૂ 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે ખોદકામ કરવામાં આવેલા વિસ્તારની માપણી કરી દંડની વસુલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગતમોડી રાત્રે પણ ભૂસ્તર વિભાગની ટીમે ચિત્રાસની પાસેથી રાજસ્થાન રેતી ભરીને જતા ઓવરલોડ ડમ્પરને ઝડપી લાખોનો દંડ ફટકારી મુદ્દામાલને કબજે કર્યો હતો.

બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાસ જોશીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદી માંથી રેતી ખનીજ ચોરી અટકાવવા માટે અમારા દ્વારા અવાર નવાર જુદા જુદા વિસ્તારમાં રેડ કરવામાં આવે છે. અમને બાતમી મળી હતી કે કાંકરેજના કસલપુરા ખાતેથી ગૌચર જમીન માતથી નદીને અડીને બિન અધિકૃત રીતે ખોદકામ થઈ રહ્યું છે, એટલે સવારે અમારી ટીમને કસલપુરા ખાતે રવાના કરી હતી.

વહેલી સવારે ત્યાં એક હિટાચી મસીન અને ત્રણ ડમ્પર બિન અધિકૃત ખોદકામમાં અને વાહનમાં જે સમાન હતા એ જપ્ત કરી એમની વસુલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગઈ કાલ સાંજે ઓન ઓવરલોડ ટ્રક રાજેસ્થાન તરફ જઈ રહેલું જપ્ત કરી તેની પણ દંડની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here