આયુર્વેદિકના ડોક્ટરોને સર્જરીની છૂટના વિરોધમાં સુરતમાં IMA ના ડોક્ટરોનાં ધરણાં પ્રદર્શન

0
0

આયુર્વેદિક ડોક્ટરોને સર્જરી કરવાની છૂટ આપતા સીસીએમઆઈ એક્ટમાં સુધારા સામે સામે ઇન્ડિયન મેડિકલ એસો. (આઈએમએ) એ વિરોધ નોંધાવતા આંદોલનની શરૂઆત કરી છે. સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવતા આઈએમએ દ્વારા સુરત સહિત દેશભરમાં બપોરે 12થી 2 વાગ્યા સુધી 20-20 જેટલા લોકોનાં નાનાં જૂથમાં ધરણાં-દેખાવો કર્યા છે.

સિસ્ટમ ખોરવાઈ જશે

મેડિકલમાં વન નેશન વન સિસ્ટમના વિરોધમાં સવારે 6થી સાંજે 6 દરમિયાન કોવિડ અને ઇમર્જન્સી સિવાયની તમામ ઓપીડી બંધ રાખી વિરોધ કરાયો છે. મિક્સોપથી તબીબી સારવારમાં સ્પેશિયાલાઈઝેશન ખતમ થઈ જશે તેવો સંભવિત ડર પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

મિક્સોપથીનો વિરોધ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પારૂલ વડગામાએ કહ્યું કે, સરકારે આયુર્વેદિક તબીબોને સર્જરીની છૂટ આપી છે. તેનાથી અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે મિક્સોપથીનો વિરોધ કરી રહ્યા છીએ. આ સમાજને નૂકસાન થવાનું છે. આ વિરોધ કોઈ ડોક્ટરની શાખાનો વિરોધ નથી પરંતુ તમામ લોકોને નૂકસાન થવાનું હોવાથી જૂનિયર ડોક્ટર સાથે મળીને અમે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here