Wednesday, April 17, 2024
HomeદેશNATIONAL: એપ્રિલ-જૂનમાં અપૂર્વ ગરમીની IMDની આગાહી;ભારતમાં લાંબા હીટવેવની શક્યતા.....

NATIONAL: એપ્રિલ-જૂનમાં અપૂર્વ ગરમીની IMDની આગાહી;ભારતમાં લાંબા હીટવેવની શક્યતા…..

- Advertisement -

ભારતના હવામાન વિભાગે ચાલુ વર્ષે સૌથી વધારે ગરમી પડવાનું અનુમાન કર્યું છે. એપ્રિલથી જૂન દરમિયાનના ત્રણ મહિના તાપમાન ઊંચું રહેશે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે 20 દિવસની હીટવેવની સંભાવના છે, જે સામાન્ય રીતે 8 દિવસ સુધી રહે છે. આઇએમડી અનુસાર, આગામી ત્રણ મહિનામાં દેશનાં છ રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર્, ગુજરાત, કર્ણાટક, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી વધારે અસર જોવા મળશે.

આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમના અનુસાર, એપ્રિલથી જૂન દરમિયાન ભારતના મોટા ભાગના પ્રદેશોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉપર રહેવાની સંભાવના છે, જ્યારે મેદાની પ્રદેશોના મોટા ભાગમાં સામાન્ય કરતાં વધારે લૂવાશે. તેમણે કહ્યું કે પશ્ચિમી દ્વીપકલ્પ ભારતમાં તેની સૌથી ખરાબ અસર જોવા મળવાનું અનુમાન છે. પશ્ચિમી હિમાલય ક્ષેત્ર, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોનાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં નીચે રહેવાની સંભાવના છે.

મૃત્યુંજય મહાપાત્રા અનુસાર, એપ્રિલ જૂનના ગાળા દરમિયાન મોટા ભાગના મેદાની પ્રદેશોમાં સામાન્ય કરતાં વધારે ગરમ પવન વાવાની શક્યતા છે. દેશના જુદા જુદા ભાગોમાં સામાન્ય રીતે ચારથી આઠ દિવસની તુલનાએ 10થી 20 દિવસ સુધી લૂ પડશે.

હવામાન વિભાગ અનુસાર આખા દેશમાં એપ્રિલ મહિનામાં સરેરાશ સામાન્ય વરસાદ (એલપીએના 88-112 ટકા) થવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગનાં ક્ષેત્રો અને મધ્ય ભારતના ઘણા ભાગો, ઉત્તર દ્વીપકલ્પ ભારત, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે પૂર્વી અને પશ્ચિમ તટો અને પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગો અને પશ્ચિમ મધ્ય ભારતમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular