IMFએ પાકિસ્તાન સાથે સમજૂતી કરી, 3 વર્ષ માટે 42 હજાર કરોડ મળશે; કડક શરતોથી PM ઇમરાન નારાજ

0
38

ઇસ્લામાબાદઃ આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આઇએમએફ (ઇન્ટરનેશનલ મોનિટરિ ફંડ)એ 42 હજાર કરોડ રૂપિયાનું બેલઆઉટ પેકેજ આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. પાકિસ્તાનને આ રકમ 39 માસ માટે આપવામાં આવી રહી છે. ઇમરાન સરકાર અને આઇએમએફની વચ્ચે 29 એપ્રિલના રોજ વાતચીત શરૂ થઇ હતી. પહેલાં આશા હતી કે, 7મેના રોજ બેલઆઉટ પેકેજ જાહેર થઇ જશે, પરંતુ મામલો 10 મે સુધી ટળી ગયો.

શરતોથી પાકિસ્તાન પીએમ નારાજ
રિપોર્ટ્સ અનુસાર, આતંરરાષ્ટ્રીય સંસ્થાની પેકેજ શરતોથી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ નારાજ છે. નિષ્ણાત અનુસાર, પાવર ટેરિફમાં વધારો, ટેક્સ રાહત ખતમ કરવાની શરતોના કારણે પાકિસ્તાનના મધ્યમવર્ગ અને નિમ્નવર્ગ પર જરૂરિયાતથી વધુ બોજ પડશે. જેના કારણે ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફની લોકપ્રિયતા પણ છીનવાઇ શકે છે. IMFની સાથે સમજૂતી પર તૈયાર થતા પહેલા ઇમરાન ખાને શનિવારે જ એ ડીલ પર ચિંતા વ્યક્ત કરી હતી અને નાણા મંત્રાલયના અધિકારીઓની સાથે બેઠક પણ કરી હતી. જો કે, પાકિસ્તાનની સામે શરતો સામે ઝૂક્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ બચ્યો નહતો.
ગત વર્ષે જ્યારે ઇમરાન ખાન સત્તામાં આવ્યા તો તેમની છબી આઇએમએફના મોટાં ટીકાકાર તરીકે સામે આવી હતી. પોતાના ચૂંટણી કેમ્પેઇનમાં તેઓએ વાયદો કર્યો હતો કે, તેઓ આઇએમએફ પાસે મદદ માંગવા નહીં જાય, પરંતુ ઇમરાને પોતાની પ્રતિજ્ઞા તોડવી પડી. ઇમરાને સામાજિક કલ્યાણના કાર્યક્રમોને પણ આગળ વધારવાનો વાયદો કર્યો હતો જે વૈશ્વિક સંસ્થા આઇએમએફની કઠોર શરતોથી તદ્દન વિરૂદ્ધ હતો. હવે આઇએમએફના પેકેજ મળ્યા બાદ ઇમરાનને એ તમામ શરતો માનવી પડે છે જેના તેઓ વિરોધી હતા.

પાકે 2018માં આઇએમએફનો સંપર્ક કર્યો
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને 2018માં આઇએમએફનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ ઘણીવાર આ અંગે વાતચીત થઇ. આઇએમએફએ પેકેજ આપવા માટે કડક શરતો રાખી હતી, જેના કારણે વાતચીત અનેકવાર અટકી ગઇ.

IMFની ટેક્સ રાહત પરત લેવાની શરત
ઇન્ટરનેશનલ મોનિટરિ ફંડે કંગાળ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને બચાવવા માટે પાક સરકાર સામે એક શરત રાખી છે. જે અનુસાર, પાકિસ્તાનને 2 વર્ષમાં 700 અબજ રૂપિયાની ટેક્સ છૂટ પરત લેવી પડશે. પાકિસ્તાને આ શરત માની લીધી છે, તેમના ટેક્સ રાહતને પરત લેવાની સહમતિ આપવામાં આવી રહી છે.

મોંઘવારી હજુ વધવાની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેક્સ છૂટ પરત લેવાથી પાકિસ્તાનમાં મોંઘવારી વધવાની આશંકા છે. પાક સરકારે 2019-20ના બજેટમાં વિભિન્ન ટેક્સમાં આપવામાં આવેલી અંદાજિત 350 રૂપિયાની છૂટ પરત લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

કારોબાર ઘટવાથી મોંઘવારી વધી
મોંઘવારીએ પાકના જનજીવનને સંપુર્ણ રીતે અસ્તવ્યસ્ત કરી દીધું છે. આતંકવાદના મુદ્દે વૈશ્વિક સ્તરે મોટાંભાગના દેશ પાકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધો નથી રાખવા ઇચ્છતા. કારોબાર ઘટવાના કારણે દેશની જનતાને વધુ મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિકાસ દર લક્ષ્યથી ઘણું દૂર
પાકિસ્તાનની હાલત આ સમયે ઘણી નાજૂક છે. 2018-19 દરમિયાન સરકારે વિકાસ દર 6.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું, જ્યારે તે 3.3 ટકા સુધી પહોંચી શક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ ક્ષેત્રોમાં 50 ટકા લક્ષ્ય જ પુરાં થઇ શક્યા છે, જેના કારણે વિકાસ દર ધીમો પડ્યો છે.

બેલઆઉટ પેકેજ આર્થિક મજબૂતી આપશેઃ શેખ
નાણાકીય, રેવન્યૂ અને આર્થિક મામલે ઇમરાનના સલાહકાર ડો. અબ્દુલ હફીઝ શેખનું કહેવું છે કે, બેલ આઉટ પેકેજ મળવાથી તેઓની અર્થવ્યવસ્થા ફરીથી પાટા પર આવશે. તેઓનું કહેવું છે કે, લક્ષિત વિકાસ દર મેળવવા માટે રસ્તામાં જે મુશ્કેલીઓ આવી રહી છે, તે આઇએમએફની મદદ મળ્યા બાદ અમુક હદ સુધી દૂર થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here