જમ્મુ-કાશ્મીરમાં તણાવ, પોલિટેક્નિક કોલેજની હોસ્ટેલ તત્કાળ ખાલી કરવા આદેશ

0
23

જમ્મૂ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીનગર સ્થિત પોલિટેક્નિક કોલેજના પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને તત્કાળ હોસ્ટેલ ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આગામી આદેશ ના આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ વિદ્યાર્થી હોસ્ટેલમાં પાછો નહીં આવે.

અમરનાથ યાત્રાને લઈને ગુપ્તચર વિભાગ તરફથી આતંકવાદી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યમાં લેવાયેલા એક પછી એક પગલા બાદ તમામ પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જમ્મૂ-કાશ્મીર સરકારે શુક્રવારે એક એડવાઈઝરી જાહેર કરી હતી.

આ એડ્વાઈઝરીમાં પર્યટકો અને અમરનાથ તીર્થયાત્રીઓને ઘાટીમાંથી જેમ બને તેમ જલદી નિકળી જવાની સલાહ આપી હતી. જમ્મૂ-કાશ્મીરના ગૃહ વિભાગ તરફથી આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. એડવાઈઝરીથી કાશ્મીરમાં અફરા-તફરી મચી જવા પામી હતી. પરંતુ બીજા દિવસે સ્થિતિ સામાન્ય થઈ રહી છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં કેન્દ્ર સરકારે 100 કંપનીઓ બાદ રાતોરાત વધારે બીજા 28,000 જવાનો કાશ્મીરમાં ખડક્યા હતાં. જેને લઈને સ્પષ્ટ છે કે, કાશ્મીરમાં કઈંક મોટું થવા જઈ રહ્યું છે. ખાસ કરીને ઘાટીમાં 35A ને લઈને અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જોકે થોડા દિવસ પહેલા જ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, અનુચ્છેદ 35ને ખતમ કરવાનો કોઈ જ પ્લાન નથી. પરંતુ લોકસભા ચૂંટણી પહેલા અમિત શાહે કરેલા 35એ અને 370 હટાવવાના વાયદા વચ્ચે હવે વધારે 35 હજાર જવાનોને મોકલવાની ઘટનાથી નેતાઓથી લઈને સામાન્ય જનતામાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here