અનૈતિક સંબંધ : પત્ની સાથે અનૈતિક સંબંધો હોઇ પતિએ યુવાનને બોલાવી હત્યા કરી દીધી હોવાનો ખુલાસો

0
5

અંકલેશ્વર નોકરીએથી છૂટી વાગરા ઘરે પરત ફરી રહેલા યુવાનની હત્યામાં પત્ની સાથે અનૈતિક સંબંધો હોઇ પતિએ દેરોલ સિકોતર માતાના મંદિર પાસે બોલાવી હત્યા કરી દીધી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે હત્યારાને દમણથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

દેરોલ ગામની સીમમાં 10 જૂને સાંજે સીકોતર માતાના મંદીરની બાજુની બાવળની ઝાડીમાંથી વાગરાના સતીશ ઉર્ફે સંદીપ નરેન્દ્ર વાળંદની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ભરૂચ LCB,SOG અને તાલુકા પોલીસે હ્યુમન એન્ડ ટેકનીકલ ઇન્ટેલીજન્સ મારફતે તપાસ ભરૂચ સોન તલાવડી ખાતે રહેતા શશીકાંત નગીનભાઈ વસાવાએ સતીષની હત્યા કરી હોવાની હકીકત ખુલી હતી. હત્યારો શશીકાંત દમણ તથા વલસાડ હોવાની હકિકત સામે આવતા વલસાડ પોલીસની મદદ મેળવી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી શશીકાંતની પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે, તેની પત્ની યોગીતાના પીયરપક્ષના અને મૃતક સતીષ વાળંદ વાગરા ખાતે રહેતા હતા.

જ્યાં સતીષ અને યોગીતાને ઘણા લાંબા સમયથી પ્રેમ સંબંધ હોવાની આરોપી શશીકાંતને જાણ હતી. પત્ની સાથેના અનૈતિક સંબંધો પતિ શશીકાંત જીરવી ન શકતા તેને સુમસામ જગ્યાએ બોલાવી ઉપરછપરી ચપ્પુના ઘા ઝીંકી સતીષની હત્યા કરી તે ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હત્યામાં વપરાયેલ ચપ્પુ કબ્જે કરવાની કવાયત હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here