શેરબજાર : મોદીના 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની અસર; સેન્સેક્સ 791 અંક વધ્યો, નિફ્ટીએ 9400ની સપાટી વટાવી

0
0
  • આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા
  • નેસ્લે, સન ફાર્મા, ભારતી એરટેલ અને રિલાયન્સના શેર ઘટ્યા
  • માર્કેટ ખુલતાની સાથે જ સેન્સક્સ 1470 અંક અને નિફ્ટીમાં 387 અંક વધ્યો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કર્યા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 791 અંક વધીને 32162 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 222 અંક વધીને 9419 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈ બેન્ક, લાર્સન, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ અને બજાજ ફાઈનાન્સના શેરમાં તેજી જોવા મળી રહી છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 6.94 ટકા વધીને 343.70 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 5.93 ટકા વધી 863.10 પર કારોબાર કરી રહ્યો છે. જોકે નેસ્લે, સન ફાર્મા, ભારતી એરટેલ અને રિલાયન્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નેસ્લે 1.85 ટકા ઘટીને 17134.35 પર કારોબાર કરી રહ્યો છે. સન ફાર્મા 1.13 ટકા ઘટીને 458.60 પર કારોબાર કરી રહ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સક્સ 1470 અંક અને નિફ્ટીમાં 387 અંક વધ્યો હતો.

20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 54 દિવસમાં પાંચમી વખત દેશ સમક્ષ આવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે ચાર મુખ્ય વાતો કહી હતી. પ્રથમ- દેશને આત્મનિર્ભર બનાવવો પડશે. બીજી- આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. ત્રીજી- આત્મનિર્ભર બનવા આપણે લોકલ પ્રોડક્ટ્સને અપનાવી પડશે. ચોથી- લોકડાઉનનો ચોથો તબક્કો આવશે, તે નવા રંગ-રૂપ અને નવા નિયમોવાળો હશે. લોકડાઉનના સમયમાં ભારત વિશ્વનો પાંચમો એવો દેશ બન્યો છે, જેણે પોતાની GDPના 10 ટકા કે તેનાથી વધુના હિસ્સાને આર્થિક પેકેજ તરીકે આપ્યો છે. ભારત પહેલા જાપાને તેની GDPના 21 ટકા, અમેરિકાએ 13 ટકા, સ્વીડને 12 ટકા અને જર્મનીએ 10.7 ટકા જેટલા આર્થિક પેકેજની જાહેરાત કરી છે.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા

મંગળવારે વિશ્વના મોટાભાગના બજારોમાં ઘટાડો જોવા મળ્યો. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 1.89 ટકાના ઘટાડા સાથે 457.21 અંક ઘટીને 23764.80 પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાનું બીજું બજાર નેસ્ડેક 2.06 ટકા ઘટાડા સાથે 489.79  અંક ઘટીને 9,002.55 પર બંધ થયું હતું. બીજ તરફ એસએન્ડપી 2.05 ટકા ઘટાડા સાથે 60.20 અંક ઘટી 2,870.12 પર બંધ થયું હતું. ચીનનો શંઘાઈ કમ્પોસિટ 0.18 ટકા ઘટાડા સાથે 5.26 અંક ઘટી 2886.30 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ, જર્મનીના બજાર ઘટાડા સાથે બંધ થયા, જોકે ઈટલીના બજારમાં વધારો જોવા મળ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here