સુરતમાં તાઉતેની અસર : વરસાદથી 225 રોડ ધોવાયા, 4.25 કરોડનું નુકસાન, 18 બ્રિજ પણ ડેમેજ

0
4

સુરતમાં વાવાઝોડાના કારણે સુરત મહાનગર પાલિકાની સંપત્તિને 10.78 કરોડનું નુકસાન થયું હોવાની માહિતી સાંપડી છે. વાવાઝોડા બાદ સુરત મહાનગર પાલિકા દ્વારા પાલિકાની સંપત્તિને થયેલ નુકસાન સંદર્ભે સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન સૌથી વધુ નુકસાન રોડ-રસ્તામાં થયું હોવાનું બહાર આવ્યું છે. મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, સુરતના 42 કી.મી લંબાઇના 225 રોડમાં 4.25 કરોડનું નુકસાન થયું છે. જ્યારે 7 કિ.મી લંબાઇના ફુટપાથને 37 લાખ, ગાર્ડનની ગ્રીલને 37 લાખનું નુકસાન થવા પામ્યું છે.

ઉપરાંત 18 બ્રિજને 22 લાખનું નુકસાન પહોંચ્યું છે. ડ્રેનેજમાં 1.30 કરોડ, સ્ટ્રીટલાઇટમાં 9 લાખ, બીઆરટીએસમાં 16 લાખ, ફાયર ઇમરજન્સી વિભાગમાં 51 લાખ, ટ્રાફિક વિભાગમાં 3 લાખ મળી 10.78 કરોડનું નુકસાન થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વાવાઝોડાના કારણે 600થી વધુ વૃક્ષો, 62 વીજપોલ, 30થી વધુ ગાડીઓ સાથે કાચા મકાનોને નુકસાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here