Saturday, September 18, 2021
Homeઆરબીઆઈના નવા નિયમની અસર : બેન્કોમાં લાખો કરન્ટ એકાઉન્ટ બંધ
Array

આરબીઆઈના નવા નિયમની અસર : બેન્કોમાં લાખો કરન્ટ એકાઉન્ટ બંધ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગયા વર્ષના ઓગસ્ટના સર્કયુલરનું અમલીકરણ શરૂ થતાં દેશની બેન્કોમાં લાખો કરન્ટ ખાતાઓ યા તો બંધ કરી દેવાયા છે અથવા તો તેને સ્થગિત કરી દેવાની બેન્કોને ફરજ પડી છે. રિઝર્વ બેન્કના સર્ક્યુલરને કારણે નાના વેપાર ગૃહોએ સહન કરવાનો વારો આવ્યો છે.

પોતાના ખાતેદારોને બેન્કો ઈમેલ મારફત તેમના ખાતા બંધ કરી દેવાયાની અથવા સ્થગિત કરી દેવાયાની જાણકારી પૂરી પાડી રહી છે. અન્ય બેન્કો સાથે લોન એકાઉન્ટ ધરાવતા હોય તેવા બોરોઅરોના કરન્ટ એકાઉન્ટ નહીં ખોલવા રિઝર્વ બેન્કે બેન્કોને સૂચના આપી હોવાનું બેન્કો તેમના ઈમેલમાં જણાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કરન્ટ એકાઉન્ટ એકથી વધુ ન ચલાવવાના પરિપત્ર થયા પછી ખાનગી બેન્કો રાષ્ટ્રીયકૃત બેન્કો પાસેથી ધંધો આંચકી લેવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કોને પાતાની પાસેથી કેશ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ લીધી હોવાની માહિતી ખાનગીમાં લીક કરી દેતી હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે.

રિઝર્વ બેન્કની સૂચના પ્રમાણે, ”અમે સલાહ આપીએ છીએ કે, તમે અમારી બ્રાન્ચ સાથે, કેશ ક્રેડિટ અથવા ઓવરડ્રાફટ એકાઉન્ટ ચાલુ રાખી શકો છો, પરંતુ આની સાથોસાથ તમે કરન્ટ એકાઉન્ટ ચાલુ રાખી શકશો નહીં, માટે તે બંધ કરી દેવાનું રહેશે, ” એમ એક બેન્ક દ્વારા તેમના ખાતેદારને પાઠવાયેલા ઈ-મેલમાં જણાવાયું છે.

છેલ્લા કેટલાક સમયમાં ખાતેદારોને જાણ કર્યા બાદ એસબીઆઈએ અંદાજે 50,000થી વધુ આવા ખાતા બંધ કરી દીધા હોવાનું બેન્કિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું. ગયા વર્ષના ઓગસ્ટમાં રિઝર્વ બેન્કે, કરન્ટ ખાતા ખોલાવવા માટે નવા નિયમો જારી કર્યા હતા. જેમાંના એક નિયમ પ્રમાણે, બોરોઅર એવી જ બેન્કમાં કરન્ટ ખાતું ધરાવી શકે છે, જે તેના કુલ બોરોઈંગના ઓછામાં ઓછા દસ ટકા એકસપોઝર ધરાવતી હોય.

નવા નિયમોના પાલન માટે પહેલા ત્રણ મહિનાનો સમય અપાયો હતો, પરંતુ ત્યારબાદ તેને લંબાવીને વર્તમાન વર્ષના 31 જુલાઈ સુધી કરાયાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. કરન્ટ ખાતના ઉપયોગમાં શિસ્તતા લાવવા અને કેશ ફલો પર દેખરેખ રાખવાના હેતુ સાથે આ નિયમ લવાયો છે. અનેકગણા કરન્ટ ખાતા ખોલાવીને બોરોઅરો નાણાંને અન્યત્ર વાળી દેતા હોવાનું રિઝર્વ બેન્કના ધ્યાનમાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments