બંગાળમાં હુમલાની અસર : ભાજપના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયને Z કેટેગરીની સુરક્ષા, બુલેટપ્રુફ ગાડી પણ મળશે.

0
6

ભાજપના જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. વિજયવર્ગીયની સુરક્ષા વધારીને Z શ્રેણીની કરવામાં આવી છે. તેમને બુલેટપ્રુફ ગાડી પણ મળશે. 4 દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલો થયો હતો. જેમાં કૈલાશ વિજયવર્ગીયને ઈજા પહોંચી હતી. તે પછી સતત વિજયવર્ગીયની સુરક્ષામાં વધારો કરવાની માંગણી થઈ રહી છે. ભાજપ હુમલાની પાછળ તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવી રહી છે.

નડ્ડાના કાફલા પર હુમલો થયા પછી બંગાળમાં રાજકારણ ગરમાયું

10 ડિસેમ્બરે નડ્ડાના કાફલા પર તે સમયે હુમલો થયો હતો, જ્યારે તે કોલકતાથી 24 પરગના જિલ્લાના ડાયમંડ હાર્બર શહેર જઈ રહ્યાં હતા. ડાયમંડ હાર્બર મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીનો સંસદીય વિસ્તાર છે. દેખાવકારોએ નડ્ડાનો કાફલો રોકવાની કોશિશ કરી હતી.

11 ડિસેમ્બરે જગદીપ ધનખડે મમતા સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે આગ સાથે ન રમો. એ ચર્ચા છોડવી પડશે કે કોણ અંદરનું છે અને કોણ બહારનું છે. જે થયું તે યોગ્ય નથી. મુખ્યમંત્રીએ સંવિધાનને માનવું જોઈએ. તેઓ પોતાની જવાબદારીથી ન હટી શકે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા સતત બગડ રહી છે.

હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર સામ-સામે

12 ડિસેમ્બરે ગૃહમંત્રાલયે રાજ્યમાં તહેનાત ત્રણ IPS અધિકારીઓને ડેપ્યુટેશન પર પરત બોલાવી લીધા છે. ઉલ્લખનીય છે કે નડ્ડાની સુરક્ષાની જવાબદારી આ જ અધિકારીઓ પર હતી.

આ દરમિયાન ગૃહ મંત્રાલયે 14 ડિસેમ્બરે બંગાળ સરકારના બે મોટા અધિકારીઓને સમન્સ પાઠવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ગૃહ સચિવ અજય ભલ્લાને પત્ર લખીને આ પગલાને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી. મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ બંગાળના અધિકારી દિલ્હી પહોંચ્યા નથી.

આ રીતનું હોય છે સિક્યોરિટી કવર : સ્પેશિયલ પ્રોટેક્સન ગ્રુપ એટલે SPG

આ સૌથી હાઈપ્રોફાઈલ કવર છે. આ અંતર્ગત વડાપ્રધાન અને તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવે છે. હાલ માત્ર પીએમ મોદીની પાસે આ કવર છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું SPG કવર પરત લેવામાં આવ્યું છે.

Z+ કેટેગરી

આ SPG પછી બીજું સૌથી સખ્ત સિક્યુરિટી કવર છે. તેમાં 10 NSG કમાન્ડો અને પોલીસ અધિકારીઓ સહિત 55 સુરક્ષા કર્મચારીઓ હોય છે. એસ્કોર્ટ્્સ અને પાયલટ વ્હીકલ પણ આપવામાં આવે છે.

Z કેટેગરી

તેમાં 22 સુરક્ષા કર્મચારીઓ હોય છે. 4થી 5 એનએસજી કમાન્ડો સિવાય દિલ્હી પોલીસ, આઈટીબીપી કે સીઆરપીએફ ના કમાન્ડો અને લોકલ પોલીસ કર્મચારી હોય છે.

Y કેટેગરી

આ કોઈ વીઆઈપીને મળનારી ત્રીજા લેવલની સુરક્ષ હોય છે. તેમાં 11 સુરક્ષા કર્મચારીઓ હોય છે. તેમાં એક કે 2 કમાન્ડો અને 2 પર્સનલ સિક્યુરિટી ઓફિસર સામેલ હોય છે.

X કેટેગરી

તેમાં બે સુરક્ષા ગાર્ડ હોય છે. એક પર્સનલ સિક્યુરિટી અધિકારી હોય છે. આ સુરક્ષા કવરમાં કોઈ કમાન્ડો સામેલ હોતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here